હિરેન રવૈયા, અમરેલી: બિપોરજોય વાવાઝોડાનો ખતરો સમયની સાથે સતત વધી રહ્યો છે. બિપરજોય વાવાઝોડુ તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે બિપરજોય વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. છે ત્યારે ગુજરાતનું વહીવટી તંત્ર વાવાઝોડાને લઈ ખડેપગે જોવા મળી રહ્યું છે. આ દરમિયાન વાવાઝોડાની અસરને પગલે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમરેલીની પેસેન્જર ટ્રેન જૂનાગઢ થંભી દેવામાં આવી છે.
ADVERTISEMENT
વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર એક બાદ એક નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે વાવાઝોડાને પગલે હવે રેલવે વીબાહગએ મહત્વનો નિર્ણય લીધો છે. અમરેલીની પેસેન્જર ટ્રેન જૂનાગઢ રોકી દેવામાં આવી છે. ત્યારે આજે સવારે અમરેલીથી જૂનાગઢ પહોંચેલી ટ્રેઈન રોકી રદ કરી દેવામાં આવી છે. અમરેલીની ત્રણ ટ્રેઈન રદ કરવામાં આવી છે. અમરેલી વેરાવળ રૂટની 2 ટ્રેઈન રદ કરવામાં આવી છે. 15 તારીખ સુધી સ્થિતિનો ક્યાસ મેળવ્યા બાદ ટ્રેનો શરૂ થવાની શક્યતાઓ છે . ભાવનગર રેલવે ડીવિઝન દ્વારા ટ્રેઈન રદ કરવામાં આવી છે.
137 પૈકી 90 ટ્રેન રદ,
પશ્ચિમ રેલવેના બુલેટિન 1 મુજબ બિપોરજોય વાવાઝોડાને કારણે 137 ટ્રેન પ્રભાવિત થઈ છે. જે પૈકી 90 જેટલી ટ્રેન રદ્દ રહેશે. જ્યારે અન્ય ટ્રેનોને શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. બુલેટિન 2 મુજબ અન્ય 82 ટ્રેનને અસર થઈ છે. આ 82 પૈકી 34 સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. અન્ય કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. તો અમુક ટ્રેન કેટલાક સ્ટેશન સુધી શોર્ટ ટર્મિનલ કરાઈ છે. બુલેટિન 3 મુજબ અન્ય 71 ટ્રેનને અસર થઈ છે. 71 ટ્રેન પૈકી 46 ટ્રેન રદ છે જ્યારે અન્ય શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. બુલેટિન 4 મુજબ અન્ય 20 ટ્રેનને એસર થઈ છે. જ્યારે 20 ટ્રેનમાંથી 11 ટ્રેન રદ જ્યારે અન્ય શોર્ટ ટર્મિનલ કરાઈ છે.
ADVERTISEMENT