નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આમ તો 2024માં યોજાવાની છે. પરંતુ અત્યારથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વચ્ચે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા કમલનાથે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, 2024માં લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી પદનો ચહેરો હશે.
ADVERTISEMENT
‘રાહુલ સત્તા માટે સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે’
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કમલનાથે ભારત જોડો યાત્રા માટે રાહુલ ગાંધીની ખુલીને પ્રશંસા કરી અને કહ્યું કે, તેઓ સત્તા માટે નહીં, પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે. જ્યાં સુધી 2024ની ચૂંટણીનો સવાલ છે, રાહુલ ગાંધી ના માત્ર વિપક્ષને ચહેરો હશે, પરંતુ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પણ હશે.
ઈતિહાસમાં આટલી મોટી યાત્રા નથી નીકળી
કમલનાથે આગળ કહ્યું કે, દુનિયાના ઈતિહાસમાં કોઈએ પણ આટલી લાંબા પદયાત્રા નથી કરી. ગાંધી પરિવાર ઉપરાંત અન્ય કોઈ પરિવારે દેશ માટે આટલા બલિદાનો નથી આપ્યા. રાહુલ ગાંધી સત્તા માટે રાજનીતિ નથી કરતા, પરંતુ દેશની જનતા માટે કરે છે, જે કોઈને પણ સત્તામાં બેસાડી શકે છે.
આ પણ વાંચો: રિષભ પંતને તરફડિયા મારતો મૂકી લોકો રૂપિયા લૂંટતા રહ્યા? અટકળો થઈ વેગવંતી…
પાર્ટીમાં દગાખોરો માટે કોઈ જગ્યા નહીં
નોંધનીય છે કે, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ એક માત્ર એવા નેતા છે જેઓ 2024ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની ઉમેદવારીના પક્ષમાં આગળ આવ્યા છે. સાથે કમલનાથે પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પાર્ટીમાં પાછા આવવાની કોઈ સંભાવના? તેના પર તેમણે કહ્યું કે સંગઠનને દગો આપ્યા બાદ પાર્ટીમાં ‘દગાખોરો’ માટે કોઈ જગ્યા નથી. હું કોઈ વ્યક્તિ પર ટિપ્પણી નહીં કરું, પરંતુ જે દગાખોરોએ પાર્ટીને દગો આપ્યો છે અને તેના કાર્યકર્તાઓનો વિશ્વાસ તોડ્યો, તેમના માટે સંગઠનમાં કોઈ જગ્યા નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT