પાટણ: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે તેઓ પાટણમાં સિદ્ધપુરની જનતાને સંબોધન કર્યું હતું. કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉપલબ્ધિઓ દર્શાવતા સમયે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે જ દેશમાં ગરમી વધારે હોવાથી રાહુલ ગાંધી વેકેશન કરવા વિદેશ ગયા હોવાનું પણ નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
રાહુલ ગાંધી-કોંગ્રેસ વિશે શું બોલ્યા શાહ?
કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસના 10 વર્ષ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને આર્થિક પતનના હતા. તેમણે આગળ કહ્યું, અહીં ગરમી વધુ છે એટલે રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે. વિદેશમાં જઈને રાહુલ ગાંધી દેશનું અપમાન કરવાનું કામ કરે છે. દેશની નિંદા કરવાનું કામ કોઈ રાજનેતાને શોભતું નથી. PM મોદીને સંસદમાં બોલવા નથી દેવાતા. અમે દેશની સેવા કરી છે, ગામે ગામ વીજળી અને પાણી પહોંચાડવામાં અમારી સરકારે સારી રીતે કામ પાર પાડ્યું છે. 2024ની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક લગાવશે.
હાલ અમેરિકાના પ્રવાસે છે રાહુલ ગાંધી
નોંધનીય છે કે, રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના 10 દિવસના પ્રવાસ પર છે. અહીં તેઓ ભારતીય સમુદાય સાથે ચર્ચા કરી રહ્યા છે અને ભારતમાં મોદી સરકાર વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. જેનો ભાજપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT