નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી હાલ કેરળના મલ્લાપરમ જિલ્લાના કોલ્લીકોટમાં સારવાર કરાવી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના ઘુટણ પર ઇજા પહોંચી હતી. તે પોતાની ઇજાની સારવાર પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા આયુર્વેદાચાર્ય પી.કે વારિયર પાસે કરાવી રહ્યા છે. સુત્રો અનુસાર તેના કારણે કોંગ્રેસ કાર્યસમિતિ અને કોંગ્રેસ કમિટીની રચના અધરમાં છે કારણ કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા અને રાહુલ સાથે સલાહ સુચના બાદ જ નિર્ણય કરવા માંગે છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી કોલેજના દિવસોથી જ ફુટબોલના શોખીન રહ્યા છે, જો કે કોલેજના સમયે ફુટબોલ રમતા સમયે તેમના ઘુટણમાં ગંભીર ઇજા થઇ હતી. ત્યાર બાદ તેમને ફુટબોલ રમવાનું છોડવું પડ્યું હતું. સારવાર છતા પણ ક્યારેક ક્યારેક ઇજા ઉભરી આવે છે. કંઇક એવું જ ભારત જોડો યાત્રા દરમિયાન થયું હતું. આ અંગે યાત્રા પુર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ પોતાની ઇજા અંગે જણાવ્યું હતું.
રાહુલના અનુસાર યાત્રા શરૂ કર્યા બાદ થોડા દિવસોમાં જ તેમની ઇજા પરેશાન કરવા લાગી હતી. ત્યારે એક બાળકી તેમને મળી અને તેણે કહ્યું કે, હું તમારી સાથે યાત્રામાં ચાલું. રાહુલના અનુસાર તે બાળકીને રાહુલ ગાંધીને પ્રેરણા મળી અને તેમણે વિચાર્યું કે, જ્યા સુધી ચાલી શકું છુ ત્યા સુધી ચાલીશ. આખરે 4 હજાર કિલોમીટરની યાત્રા પુર્ણ થઇ ગઇ.
સંસદના સભ્યપદની બહાલી માટે જઇ ચુક્યા છે રાહુલ ગાંધી
યાત્રા બાદ INDIA ની રચના સાથે રાહુલ ગાંધીએ પ્રખ્યાત આયુર્વેદાચાર્યની પાસે જઇને સારવાર કરાવવાની તક મળી અને તેઓ જતા રહ્યાં. ત્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.જેથી તેઓ કેરળમાં જ છે જ્યાંના વાયનાડના સાંસદ હતા. હવે સંસદ ચાલી પણ રહી છે તો રાહુલની સભ્યતા જઇ ચુકી છે. એટલા માટે તેમને સમય પણ મળી ગયો. જો કે સભ્યપદની બહાલી માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરેલી છે.
બીજી તરફ રાહુલ ગાંધીમણિપુરના મુદ્દે સરકાર પર આક્રમક છે. તેમનું કહેવું છે કે, વડાપ્રધાનને મણિપુર સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે અત્યાર સુધી એક પણ શબ્દ કહ્યો નથી. તેઓ જાણે છે કે, તેમની વિચારધારાએ જણ મણિપુર સળગાવ્યું છે.
ADVERTISEMENT