Rahul Gandhi Foreign Visit: ભારત જોડો ન્યાય યાત્રા છોડીને અચાનક વિદેશ કેમ જઈ રહ્યા છે રાહુલ ગાંધી? સામે આવ્યું મોટું કારણ

Rahul Gandhi Foreign Visit: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ સમયે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે.

રાજકારણમાં નવાજૂનીના એંધાણ?

Rahul Gandhi Foreign Visit

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ભારત જોડો ન્યાય યાત્રા છોડીને વિદેશ જશે કોંગ્રેસ નેતા

point

5 દિવસ પછી ફરી યાત્રામાં જોડાશે રાહુલ ગાંધી

point

રાહુલ ગાંધી અચાનક વિદેશ કેમ જઈ રહ્યા છે?

Rahul Gandhi Foreign Visit:  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ સમયે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. જોકે, તેઓ આ યાત્રાને અચાનક છોડીને વિદેશ જવા માટે રવાના થશે. તેઓ 5 દિવસ પછી ફરી યાત્રામાં જોડાશે. ત્યારે હાલ દરેક કોંગ્રેસ નેતાના મનમાં આ સવાલ ચાલી રહ્યો છે કે આખરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક વિદેશ કેમ જઈ રહ્યા છે. 

રાહુલ ગાંધી કેમે જઈ રહ્યા છે વિદેશ?

 

કોંગ્રેસના મહાસચિવ અને વિરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, રાહુલ ગાંધી 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ભારત જોડો ન્યાય યાત્રામાંથી બ્રેક લેશે, કારણ કે લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો થવાની છે. આ બેઠકોમાં રાહુલ ગાંધીનું હાજર રહેવું જરૂરી છે. આ સિવાય રાહુલ ગાંધી 27-28 ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ત્યાં બે લેક્ચર આપશે.


મહાકાલેશ્વર મંદિરે જશે રાહુલ ગાંધી

 

જયરામ રમેશે કહ્યું કે અમે 2 માર્ચથી ફરી યાત્રા શરૂ કરીશું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 5 માર્ચે ઉજ્જૈન જશે, જ્યાં તેઓ મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન કરશે.

    follow whatsapp