મોરબીઃ 30 ઓક્ટોબર રવિવારનો દિવસ સમગ્ર ગુજરાત ક્યારેય ભૂલી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે રવિવારે મોરબીનો ઝૂલતો પૂલ તૂટી જતા અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાઈ ગયા છે. તેવામાં 400થી વધુ લોકો અત્યારે નદીમાં ખાબક્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે 60 લોકોના મૃતદેહને બહાર કઢાયા છે. આ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને એક્ટિવ થઈ જવા કહ્યું છે અને કાર્યકર્તાઓને સંભવ તમામ સહાયતા કરવા ટકોર કરી છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાને મદદ કરવા અપિલ કરી…
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે ગુજરાતના મોરબીમાં પુલ દુર્ઘટનાનાં સમાચાર અત્યંત દુઃખદ છે. આવી મુશ્કેલ ઘડીએ શોકગ્રસ્ત પરિવારો અંગે હું સંવેદના વ્યક્ત કરુ છું. અત્યારે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને હું અપીલ કરી રહ્યો છું કે દુર્ઘટનામાં ઘાયલ શખસોને સંભવ હોય એવી તમામ સહાયતા કરો. અત્યારે રાહત બચાવ કામગીરીમાં સતત એક્ટિવ રહેવા રાહુલ ગાંધીએ ટકોર કરી હતી.
આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અમિત શાહ સાથે વાત કરી હતી.
– 60 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાનો સ્થાનિક ધારાસભ્ય કાન્તિ અમૃતિયાનો દાવો
– 50 થી વધારે લોકોને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
– કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે.
– કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાનો
– 10 થી વધારે બાળકોનાં મૃત્યુ થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT