નવી દિલ્હીઃ ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શનિવારે સવારે બદરપુર બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. અહીં તેમણે ભાષણ કર્યું હતું. રાહુલ ગાંધીએ ભાજપ પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારમાં ભય ફેલાયો છે. આ સરકાર ચોવીસ કલાક ભય ફેલાવવામાં લાગેલી છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું કે હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે કમજોર હોય મારી નાખો, મેં ગીતા ઉપનિષદ વાંચ્યું છે, તેમાં ક્યાંય લખ્યું નથી. ભાજપ સરકારમાં ભય ફેલાયો છે. આ સરકાર ચોવીસ કલાક ભય ફેલાવવામાં લાગેલી છે. લાલ કિલ્લા પરથી ભાજપ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન પર લગામ લાગેલી છે. તેઓ ખેડૂતો અને યુવાનોમાં ભય ફેલાવવામાં વ્યસ્ત છે. યાત્રામાં ક્યાંય હિંસાની ઘટના બની નથી.
આ અદાણી અંબાણીની સરકાર છે
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતને નફરતથી મુક્ત કરવાની જરૂર છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારતને જોડવાનો છે. મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ મોદીની સરકાર નથી પરંતુ અદાણી-અંબાણીની સરકાર છે. આ સરકારમાં દેશના યુવાનો પકોડા બનાવવા મજબૂર છે.
દેશભરમાં એકતા છે
રાહુલે કહ્યું કે જ્યારે યાત્રાની શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે દેશમાં નફરત છે. પરંતુ આ સત્ય નથી. દેશભરમાં એકતા છે. આજે દેશમાંથી નફરતને નાબૂદ કરવાની જરૂર છે. 90 ટકા લોકો એકબીજાને પ્રેમ કરે છે. રાહુલે લાલ કિલ્લાની બાજુમાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાનું ઉદાહરણ આપ્યું.
ADVERTISEMENT