મહારાષ્ટ્રઃ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા સતત આગળ વધી રહી છે, પરંતુ આ દરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આમાં જ્યારે રાહુલ ગાંધી ભારતનું રાષ્ટ્રગીત વગાડવા માટે ટકોર કરે છે ત્યારે અચાનક બીજુ ગીત વાગવા લાગે છે. ત્યારપછી મ્યૂઝિક ચાલતું હતું ત્યાં સુધી કોઈને જાણ ન થઈ કે આ ભારતનું રાષ્ટ્રગિત વાગી રહ્યું નથી. પરંતુ જેવા શબ્દો આવ્યા કે તરત તેમણે જાણ થઈ કે આ તો ભારતનું રાષ્ટ્રગીત નથી. ત્યારપછી તેમણે કહ્યું આ નહીં ભારતનું રાષ્ટ્રગીત વગાડો એટલે ફરીથી રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. જોકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી ટ્રોલ કરાઈ રહી છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ઈશારાથી કહ્યું ખોટું રાષ્ટ્રગીત છે બદલો….
કેરળ અને કર્ણાટક પછી ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. મહારાષ્ટ્રના વાશિમમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીનો વીડિયો વાઈરલ થયો છે. આમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રગીત વગાડો. તેવામાં ભારતનું રાષ્ટ્રગીત વાગવાની જગ્યાએ ત્યાંથી નેપાળનું રાષ્ટ્રગિત વગાડવામાં આવે છે. નોંધનીય છે કે શરૂઆતમાં તો કોઈને જાણ નથી થતી કેમ કે મ્યૂઝીક વાગી રહ્યું છે. ચોંકાવનારી વાત એ રહી કે જ્યારે નેપાળના રાષ્ટ્રગીતના શબ્દો સંભળાયા ત્યારે બધાને ધ્યાનમાં આવ્યું કે આ તો ભારતનું રાષ્ટ્રગીત નથી એટલે રાહુલ ગાંધીએ તરત ઈશારો કરીને આને બદલવા ટકોર કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ વીડિયોને ગુજરાત ભાજપના ટ્વિટર અને સોશિયલ મીડિયા પેજ પર પણ શેર કરાવમાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પર નિશાન સાધીને તેમને રાષ્ટ્રગીત પણ ગાતા નથી આવડતું એવી રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન રાહુલ ગાંધી પણ ઈશારામાં જાણો ગુસ્સાથી કહેતા હોય એમ વીડિયોમાં લાગી રહ્યું છે.
ADVERTISEMENT