દુર્ગેશ મહેતા ગાંધીનગર: રાજ્યમાં સરકાર હસ્તકના તમામ વિભાગો વ્યવસ્થિત ચાલે છે કે કેમ તે જાણવા માટે તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. મંત્રીઓને કહેવાયું છે કે પોતોના હસ્તકના વિભાગોની મુલાકાત લેતા રહેવું. એવામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ફરી એક વખત એકશન મોડમાં જોવા મળ્યા છે. રાઘવજી પટેલે સતત બીજા દિવસે સરપ્રાઈઝ વિઝીટ કરી છે. આજે રઘવજી પટેલે કૃષિ વિભાગની લેબોરેટરીની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.
ADVERTISEMENT
એક તરફ ભૂપેન્દ્ર પટેલ સરકાર સતત એક્ટિવ મોડ પર જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ મંત્રી રાઘવજી પટેલ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે. મંત્રી રાઘવજી પટેલ સતત ઓફિસની સરપ્રાઈઝ વિઝિટ કરી રહ્યા છે. ત્યારે આજે સતત બીજા દિવસે રાઘવજી પટેલ સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. આજે રાઘવજી પટેલે કૃષિ વિભાગની લેબોરેટરી (જમીન ચકાસણી પ્રયોગ શાળા) ની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને કર્મચારીઓની હાજરી અંગે ચકાસણી કરી હતી.
કર્મચારીઓને આપી પ્રેરણા
ગાંધીનગર સેકટર 15 ખાતે આવેલી રાજયના કૃષિ વિભાગની લેબોરેટરી (જમીન ચકાસણી પ્રયોગ શાળા) ની ઓચિંતી મુલાકાત રાઘવજી પટેલે સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન વિભાગના સૌ કર્મયોગીઓને હજુપણ વધુ ક્ષમતા સાથે કાર્યરત થઈ, સમયબદ્ધતા, સેવાબદ્ધતા અને કૃષિ સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે પ્રેરણા આપી હતી.
કાલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી
ગઈ કાલે રઘવજી પટેલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. રાઘવજી પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પોતાના વિભાગમાં આવતા કાર્યોની સમીક્ષા કરવાની શરુઆત કરી દીધી હતી હવે સરપ્રાઈઝ આપવાનું પણ રાઘવજી પટેલે ચાલુ કર્યું છે. ત્યારે આજે ફરી એક વિભાગની સરપ્રાઈઝ વિઝિટ કરી છે. આજે રાઘવજી પટેલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં વિઝિટ કરી હતી જેમાં ખુદ મત્સ્ય ઉધોગ કમીશનર નિતિન સાંગવાન મંત્રીની મુલાકાત સમયે ગેરહાજર હતા. આ સાથે હિસાબી અધિકારી એમ વિ છાયા, નાયબ નિયામક – એમ ડી થાનકી, આસીસ્ટન્ટ ડિરેક્ટર – એન એમ શુક્લ, ડેપ્યુટી ડાયરેક્ટર- એમ કે ચૌધરી ગેર હાજર રહ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT