અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણી નજીક આવી આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં સતત સમીકરણોમાં બદલાવ લાવવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે. દિલ્હી/ પંજાબના મુખ્યમંત્રી થી અનેક નેતાઓને આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી મેદાને ઉતારી દીધા છે. ત્યારે રાઘવ ચઢ્ઢા સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે આજે રાજકોટમાં રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પાર્ટી 27 વર્ષથી ભાજપને હરાવી શકી નથી તે હવે શું હરાવી શકશે. કોંગ્રેસ ઘરડી થઇ ગઇ છે.
ADVERTISEMENT
કોંગ્રેસ એક 95 વર્ષની વૃદ્ધ મહિલા છે
રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ગુજરાતની રાજનીતિમાંથી સાફ થતી દેખાઈ રહી છે. કોંગ્રેસ ઘરડી થઇ ગઇ છે, થાકી ગઇ છે. જ્યારે ઘરમાં કોઈ વૃદ્ધ થાય છે ત્યારે તેને કામ કરાવવામાં આવતું નથી. તેમને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરવામાં આવે છે. આજે કોંગ્રેસ એક 95 વર્ષની વૃદ્ધ મહિલા છે જેને ICUમાં લઈ જઈને સારી સારવાર આપવી જોઈએ. તેમની સેવા કરવી જોઈએ. રાહુલ ગાંધી તમિલનાડુ કેરળમાં ભારત જોડો યાત્રા નિકાળી રહ્યા છે અને ગુજરાતમાં ચૂંટણી છે. તેઓ એવા રાજ્યોમાં ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટી નથી. તમે જાતે જ સમજી લો તે તેઓ કેટલા ગંભીર છે. આવી નકામી કોંગ્રેસ પાસેથી શું અપેક્ષા રાખી શકાય કે જેને ભારતની રાજનીતિ વિશે કંઈ જ ખબર નથી. સરદાર-ગાંધીના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી એટલા માટે છે કારણ કે ભાજપ 27 વર્ષથી એક નકામી થાકેલી કોંગ્રેસ સામે લડી રહ્યી છે.
જ્યારે જ્યારે પણ ભાજપ અરવિંદ કેજરીવાલજી સાથે સ્પર્ધા કરે છે ત્યારે તેમને નાની યાદ આવી જાય છે. દિલ્હી હોય કે પંજાબ હોય કે અન્ય રાજ્ય હોય. ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે કોંગ્રેસને વોટ આપવાનો મતલબ વોટને વોડફવો છે, જો પાર્ટી 27 વર્ષથી ભાજપને હરાવી શકી નથી તે હવે શું હરાવી શકશે. જે લોકો પરિવર્તન ઈચ્છે છે તેઓ આમ આદમી પાર્ટીને વોટ આપશે.
ADVERTISEMENT