અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઑ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થયા પહેલા જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા પંજાબની જેમ મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત પણ કરી દીધી છે. ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી ચહેરો જાહેર કર્યો છે. આ મામલે ગોપાલ ઇટાલીયાને સીએમ ફેસ કેમ ન બનાવાયા તે અંગે રાઘવ ચઢ્ઢાએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ઇસુદાન ગઢવીને લોકોનો પ્રેમ વધુ મળી રહ્યો છે. જોઇનિંગ પહેલા ગોપાલ ઇટાલીયાનું થયું હતું તો શું ફરક પડે.
ADVERTISEMENT
ઇસુદાનને લોકોનો વધુ પ્રેમ મળી રહ્યો છે
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા અલગ છે. લોકો નક્કી કરે છે. પોલિટિકલ એનાલિટીક્સે કહ્યું કે otp થીયરી પર વર્ક કરે છે.OBC સમાજ સાથે છે પાટીદાર નેતા પ્રદેશ અધ્યાક્ષ છે અને ટ્રાયબલ ફેસ પણ અમને મદદ કરે છે. આમ આદમી પાર્ટીના ચમત્કારી પરિણામ મળશે. આ પત્રકારનું વિશ્લેષણ છે. અમે લોકોના પ્રશ્નોને લડી રહ્યા છીએ. ઇસુદાન ગઢવીને લોકોનો પ્રેમ વધુ મળી રહ્યો છે.
ઇસુદાનનો ક્રેઝ વધારે છે
જોઇનિંગ પહેલા ગોપાલ ઇટાલીયાનું થયું હતું તો શું ફરક પડે. ગામે ગામ લોકોમાં ઇસુદાન ગઢવીનો ક્રેઝ વધારે છે. લોકો ઇસુદાન ગઢવીને તેમનો દીકરો કે મોટો ભાઈ માને છે. ગોપાલને પણ મળે છે. પરંતુ મુખ્યમંત્રી તો એક જ યક્તિ જ બને છે. અમે એક પરિવાર છીએ.
ADVERTISEMENT