અમદાવાદઃ ગોપાલ ઈટાલિયાનો PM મોદી પર વિવાદિત શબ્દોચ્ચાર કરતો વીડિયો બહાર આવતા રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે હવે ગોપાલ ઈટાલિયા નિવેદન આપવા જઈ રહ્યા છે તો એની પહેલા રાઘવ ચઢ્ઢાએ પણ આ અંગે મોટુ નિવેદન આપ્યું છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે જો ગોપાલ ઈટાલિયા દોષી હોય તો એને કડક સજા ફટકારવી જોઈએ. પરંતુ અત્યારે ભાજપ પણ AAPથી ડરી ગઈ છે અને જુના વીડિયો વાઈરલ કરીને હેરાન કરવાની રાજનીતિ રમી રહી છે.
ADVERTISEMENT
દોષી હોય તો ગોપાલને કડક સજા થવી જોઈએ- રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયો અંગે નિવેદન આપતા કહ્યું કે ભાજપ હવે જૂના વીડિયો વાઈરલ કરીને અમને ટાર્ગેટ કરી રહી છે. ગોપાલ ઈટાલિયાએ બેરોજગારી, શિક્ષણ સહિતના વિકાસના મુદ્દા ઉઠાવ્યા એટલે એમના જૂના વીડિયો વાઈરલ કરી ટાર્ગેટ કરાઈ રહ્યા છે. પરંતુ જો ગોપાલ ઈટાલિયા દોષી હોય તો તેમને કડક સજા થવી જોઈએ.
ભાજપ અત્યારે AAPથી ડરી ગઈ છે
ગુજરાતમાં જેવી રીતે સરવે બહાર આવી રહ્યા છે એમા આપનાં પ્રભાવથી ભાજપ હેરાન થઈ ગયું છે. ચૂંટણીમાં ભાજપને જો કોઈ ટક્કર આપશે તો એ આમ આદમી પાર્ટી છે. તેવામાં હવે સરવેથી ગભરાઈ જતા ભાજપે જૂના વીડિયો વાઈરલ કરીને હોબાળો કરી દીધો છે. 27 વર્ષથી જે શાસન ચાલે છે એને બદલવા માટે હવે જનતા પણ મેદાનમાં આવી ગઈ છે.
વડાપ્રધાન અંગે વિવાદિત શબ્દોચ્ચાર
ગોપાલ ઈટાલિયાનો એક વિવાદિત વાણીવિલાસ કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને તેજેન્દ્રપાલ સિંહ બગ્ગાએ શેર કર્યો હતો અને હર્ષ સંઘવીએ રીટ્વિટ કર્યો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો ઘણો જૂનો છે. તેમાં ગોપાલ ઈટાલિયા ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળ્યા છે. આ દરમિયાન તેઓ ઉચ્ચ હોદ્દા પર બેઠા અને દેશના વડાપ્રધાન વિશે વિવાદત શબ્દોચ્ચાર કરતા સાંભળવા મળ્યા હતા.
ADVERTISEMENT