સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન સતત પક્ષપલટાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તેવામાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીનો ગઢ ગણાતા એવા સુરતમાં આમ આદમી પાર્ટીએ મોટુ ગાબડુ પાડ્યું છે. પાટીલના સૌથી નજીકના ગણાતા એવા PVS શર્માએ AAPનો ખેસ ધારણ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે પીવીએસ શર્માએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
ADVERTISEMENT
PVS શર્મા AAPમાં જોડાયા…
સી.આર.પાટીલના ખાસ ગણાતા પીવીએસ શર્માએ મંગળવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી બુધવારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે AAPના પ્રભારી ડોકટર સંદીપ પાઠકે પીવીએસ શર્માનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પીવીએસ શર્મા સુરત મનપાનાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છએ. તેમના અને સી.આર.પાટીલ વચ્ચેના સંબંધો પણ ઘણા ખાસ રહ્યા છે. તેવામાં જો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા સુરતના ગઢમાં મોટુ ગાબડુ પડ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
આજે સાંજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે
ગુજરાતની ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે આજથી બે દિવસ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે. જેમાં બે દિવસ માટે ઉમેદવારોના નામ પર ભાજપ મંથન કરશે. સાંજે 6.30 વાગ્યે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર મળનારી આ બેઠકમાં તમામ ઉમેદવારોના નામ પર પણ ચર્ચા થશે.
ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ હાજર રહેશે અને 182 નામો પર ચર્ચા કરાશે અને તમામ નામો પર આખરી મહોર મારવામાં આવશે.
ADVERTISEMENT