India vs Australia Final: વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે જે રીતે સતત 10 મેચો જીતીને ફાઈનલમાં એન્ટ્રી કરી, તેનાથી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ જીતવાની આશા હતી. જોકે, ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ સારી સાબિત થઈ અને જીતની ટ્રોફી ભારતના હાથોમાંથી સરકી ગઈ. આ હારનું દુઃખ દરેક ભારતીયના મનમાં છે પરંતુ લોકો ભારતીય ટીમ પ્રત્યે પોતાનો પ્રેમ અને સમર્થન વ્યક્ત કરવામાં પણ પાછળ હટી રહ્યા નથી. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પોસ્ટ કરીને ભારતીય ટીમને સપોર્ટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
‘જીત-હાર તો થતી રહે છે’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક ક્રિકેટ ફેન્સે કહ્યું કે,”ભારતીય ટીમ પર અમને હંમેશાથી ભરોસો હતો અને આગળ પણ રહેશે. ટીમ અમારી છે, જીત-હાર તો થઈ રહે છે પરંતુ સાથ ક્યારેય ન છોડવો જોઈએ…”
‘આજે પણ અમે દુઃખી નથી’
મેચ જોવા અમદાવાદ પહોંચેલા એક ફેન્સે કહ્યું, ‘વનડે અને ટી-20ની મેચ તો માત્ર તે દિવસની જ મેચ હોય છે… અત્યાર સુધી ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરી રહી હતી, અમે ખૂબ ખુશ હતા પરંતુ આજે પણ અમે દુઃખી નથી. ભારતીય ટીમ ઘણી સારી રમી, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ થોડી વધારે સારી રમી તેથી અમે હારી ગયા.’
‘ભારતીય ટીમનું પ્રદર્શન A ગ્રેડ હતું’
અન્ય એક ક્રિકેટ પ્રશંસકે કહ્યું કે, ‘ભારતીય ટીમનું પ્રદર્શન A ગ્રેડ હતું, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ સારી રીતે રમી, તેથી તેઓ વિજેતા છે. પરંતુ હું ભારતની છેલ્લી 10 મેચો વિશે વિચારીશ જે તેણે જીતી છે. રોહિત શર્માની ભીની આંખો જોઈને અમારી આંખો પણ ભીની થઈ ગઈ.’
આજનો દિવસ ખરાબ હતો
મેચ જોઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આવેલી એક મહિલાએ પણ ભારતીય ટીમને પ્રોત્સાહિત કરી. તેણે કહ્યું, ‘કેટલાક દિવસો સારા હોય છે અને કેટલાક ખરાબ હોય છે. આજે ભારતીય ટીમ માટે એવો જ એક ખરાબ દિવસ હતો. ભારતીય ટીમે 100 ટકા સારું પ્રદર્શન કર્યું. જીત ન મળી તો કોઈ વાંધો નહીં. અમે આવતી વખતે જીતીશું.’
ADVERTISEMENT