આને ગ્રેડ પે ભથ્થું કે એલાઉન્સ ન કહેવાય, GUJARAT TAKને ઈન્ટરવ્યુ આપનારા પોલીસ અધિકારી સસ્પેન્ડ

દ્વારકાઃ ગુજરાત પોલીસ જવાનો, હેડ કોન્સ્ટેબલ અને ASI ની લાંબા સમયથી માંગ હતી કે, તેમને ગ્રેડ પે આપવામાં આવે. તેવામા ચૂંટણી નજીક આવતા આક્રમક થયેલી…

gujarattak
follow google news

દ્વારકાઃ ગુજરાત પોલીસ જવાનો, હેડ કોન્સ્ટેબલ અને ASI ની લાંબા સમયથી માંગ હતી કે, તેમને ગ્રેડ પે આપવામાં આવે. તેવામા ચૂંટણી નજીક આવતા આક્રમક થયેલી આમ આદમી પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો અને આખરે પોલીસને રાહત સ્વરૂપે રૂપિયા 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. જેના હેઠળ કોન્સ્ટેબલથી માંડીને ASI ને 5 હજારથી માંડીને 3 હજાર સુધીનો પગાર વધારો મળ્યો. આ મુદ્દે GUJARATTAK સાથે સબઈન્સપેક્ટર રતિલાલ વસાવાએ વાતચીત કરી હતી. જેમાં તેમણે પોલીસના કાંડા કાપી નાખ્યા હોવાની વાતથી લઈ આ ગ્રેડ પે અથવા ભથ્થું પણ ન કહી શકાય એવું જણાવ્યું હતું. તેવામાં હવે ઈન્ટરવ્યુ આપ્યાના એકથી બે દિવસમાં જ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નિયમનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરાયા હોવાનો ઉલ્લેખ
પોલીસ સબ ઈન્સપેક્ટર રતિલાલ વસાવાના સસ્પેન્સન લેટરમાં જણાવાયું હતું કે તેમણે સરકારી કર્મચારી હોઈ નિયમનો ભંગ કર્યો છે. જેથી ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં તેમના સામે The police in incitement to disaffection act, 1992ની કલમ-3 હેઠળ તથા The Police-Force (restriction of rights) Act, 1966ની કલમ-3 (સી).4 મુજબ દાખલ કરાઈ છે. આ દરમિયાન સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવી છે. તેવામાં ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક-1971)ના નિયમ-9માં જણાવેલી જોગવાઈનું ઉલ્લંઘન કર્યું હોવાનું પણ સસ્પેન્શન લેટરમાં જણાવ્યું છે.

આ સસ્પેન્શન સમયગાળા દરમિયાન પોલીસ અધિકારી જો અન્ય ખાનગી સ્થળે અથવા વેપાર ધંધો કરશે તો તેમની સામે વધુ ચુસ્ત કાયદાકીય પગલા પણ ભરાઈ શકે છે.

સસ્પેન્ડ કરાયાનો લેટર

ગ્રેડ પે મુદ્દે પોલીસ સબ ઈન્સપેક્ટર વસાવાનો ઈન્ટરવ્યુ

    follow whatsapp