રજનીકાંત જોશી, દ્વારકા: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠયા છે. ત્યારે દ્વારકામાં કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દ્વારકા પ્રાંત અધિકારીને જાન થી મારી નાખવાની ધમકીનો નો વિડિયો બનાવી સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં આવ્યો છે. જોકે આ મામલે ધમકી આપનાર યુવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
દ્વારકા પંથકના પ્રાંત અધિકારીને એક યુવાને સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમથી વિડીયો શેર કરી કુહાડા વડે મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. પ્રાંત અધિકારી રાજ્ય સેવકની નોકરી ન કરી શકે અને મનોબળ તોડવા માટે અપલોડ કરેલા વીડીયા સબંધે આરોપી સામે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જાણો શું છે મામલો
આરોપીની કલ્યાણપુર તાલુકામાં જમીન આવેલી છે. જે જમીન સંપાદનમાં આવતી હોવાથી તેને સરકાર સામે વાંધો ચાલતો હોય અને તેની જમીન અંગે તેણે દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર ફરિયાદ કરી હતી. પરંતુ જમીન સંપાદન અંગે આપવામાં આવેલી રકમ ખેડૂતને ઓછી લાગતા તેણે દ્વારકા પ્રાંત અધિકારીને ફરિયાદ કરી હતી. આરોપી દેવાત ચાવડાએ પ્રાંત કચેરીથી નારાજ થઈ સોશિયલ મીડિયાના facebook પ્લેટફોર્મ પર પોતાના એકાઉન્ટમાંથી એક વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં તેઓએ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાને કુહાડા વડે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ઝઘડો થતા પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું, પછી પુરાવાનો નાશ કરવા ઘર ફૂંકી માર્યું
પ્રાંત અધિકારીએ નોંધાવી ફરિયાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ હાલ દ્વારકા રહેતા મૂળ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના કાના દેવાત ચાવડા સામે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ દાખલ કરાવી છે. દ્વારકા પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ અને ધમકી સબબની ફરિયાદ નોંધી છે. દ્વારકા પોલીસમાં આ ખેડૂત વિરૂદ્ધ ફરિયાદ આપતા દ્વારકા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT