જામનગરમાં ચૂંટણી પ્રચારમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનો ભારે વિરોધ, સભા અધૂરી છોડીને જવું પડ્યું

દર્શન ઠક્કર/જામનગર: જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે રાજ્યના તત્કાલિન કૃષિમંત્રી અને ભાજપના વર્તમાન ધારાસભ્ય તેમજ આ વખતના ઉમેદવાર રાઘવજી પટેલ ગઇરાત્રે…

gujarattak
follow google news

દર્શન ઠક્કર/જામનગર: જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે રાજ્યના તત્કાલિન કૃષિમંત્રી અને ભાજપના વર્તમાન ધારાસભ્ય તેમજ આ વખતના ઉમેદવાર રાઘવજી પટેલ ગઇરાત્રે જામનગરની ભાગોળે આવેલા નવા નાગના ગામે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. ભાજપ તરફી મતદાન કરી પોતાને જીતાડવાની અપીલ કરે તે પહેલા જ નવા નાગના ગામના સરપંચની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનોને ભારે ધાંધલ ધમાલ શરૂ કરી દીધી હતી. નવા નાગના ગામે પડતર પ્રશ્ ની અનેક રજૂઆતો બાદ પણ નિકાલ આવ્યો નહોતો. તેમજ ગ્રાન્ટની ફાળવણીમાં પણ ઘોર અન્યાય થયો હોવાના કારણે ગ્રામજનો વિફર્યા હતા. એટલી હદે દેકારો થયો હતો કે રાઘવજી પટેલ પોતાની વાત પણ રજૂ કરી શક્યા ન હતા અને વિલા મોઢે તેને પાછું જવું પડયું હતું.

ગામલોકોએ કૃષિ મંત્રીને ઘેરીને હોબાળો કર્યો
નવા નાગના ગામે ચૂંટણી પ્રચાર માટે ગયેલા કૃષિ મંત્રી રાઘવજી ઠાકોરને કડવો અનુભવ થયો હતો. વારંવારની રજૂઆતો છતા પણ પડતર પ્રશ્નોને લઈને કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ધમાલ શરૂ કરી હતી અને મંત્રીને ઘેરી લીધા હતા રાઘવજી પટેલ દ્વારા સ્થાનિકોને કામ કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી જોકે તેમ છતાં પણ લોકોની ઉગ્ર રજૂઆત જોઈને કૃષિમંત્રીને ત્યાંથી સભા અધૂરી છોડીને જતા રહેવું પડ્યું હતું.

સોશિયલ મીડિયામાં વિરોધનો વીડિયો વાઈરલ થયો
ઉલ્લેખનીપ છે કે, જામનગરમાં બ્રાહ્મણ સમાજના ઉમેદવારની ટિકીટ બે વખતથી કપાઇ ગઇ છે. લોહાણા જ્ઞાતિને કદી ટિકીટ ભાજપે આપી નથી. તેમજ જામનગર ઉત્તર, જામનગર ગ્રામ્ય બેઠક ઉપરાંત હાલારની તમામ 7 વિધાનસભા બેઠકોમાં વર્ષોથી ભાજપને મત આપતા સથવારા સમાજને એક પણ બેઠકની ટિકીટ આપી નથી. આથી લોહાણા અને બ્રાહ્મણ સમાજ કરતા પણ સથવારા સમાજ વધુ ક્રોધે ભરાયો છે અને તેનું પ્રથમ પ્રતિબિંધ નવા નાગના ગામે રાઘવજી પટેલના ઘેરાવ અને વિરોધની ઘટનાથી પડયું છે. ભાજપ અને રાઘવજી પટેલની કલ્પના બહારનો આ વિરોધ જોવા મળતા ભારે ચકચાર જાગી છે. રાઘવજી પટેલનો વિરોધ દર્શાવતા સથવારા જ્ઞાતિની બહુમતી ધરાવતા નવા નાગના ગામની આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં પણ વાઇરલ થયો છે.

    follow whatsapp