ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી બાદ ફરી પ્રમોશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓને પ્રમોશન આપવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યના ગૃહમંત્રાલયના ત્રણ આઇપીએસ અધિકારીને આઈજીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલ સરકારના ગૃહ મંત્રાલયે સરકારના સિનિયર પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ત્રણ IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મનીંદરસિંહ પવાર, હિમાશું શુકલા અને રાઘવેન્દ્ર વતસ્યને પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્રણેય IPS અધિકારીને IGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
ત્રણ આઇપીએસ અધિકારીને પ્રમોશન
વર્ષ 2005 કેડરના ત્રણ આઇપીએસ અધિકારીને ગુજરાત સરકારે પ્રમોશન આપવામાં આવ્યું છે. અપાયું છે જેમાં
- મનીંદરસિંહ પવાર બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે તેમને IGPનું પ્રમોશન આપવામાં આવ્યું છે.
- હિમાશું શુકલા કેબિનેટ સચિવાલયમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર સેવા આપી રહ્યાં છે તેમને IGP તરીકે પ્ર
- રાઘવેન્દ્ર વતસ્ય હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પરછે. તેમને IGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT