PM Modi Live: જામનગરમાં ઉત્તમ કનેક્ટિવિટી માટે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર બરબરની કામે લાગી

અમદાવાદ:ગુજરાતમાં ચૂંટણીનો મહોલ જામ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં રોડ શો યોજ્યો હતો. જામનગરમાં કુલ 1448 કરોડના વિવિધ…

pm modi

pm modi

follow google news

અમદાવાદ:ગુજરાતમાં ચૂંટણીનો મહોલ જામ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં રોડ શો યોજ્યો હતો. જામનગરમાં કુલ 1448 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેમાં સૌની યોજનાના લિન્ક -3ના 7 માં પેકેજનું લોકાર્પણ સહિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની જનતાને સંબોધતા કહ્યું કે, જામનગરે વટ પાડી દીધો, મને એરપોર્ટ થી આહી આવતા મોડું એટલે થયું કે રસ્તામાં તમે ભવ્ય સ્વાગત આને આશીર્વાદ આપયા ક્યારે ન ભુલાઈ તેવો ઉમળતો ઉમંગ. ખૂબ મોત પાયે માતા અને બહેનોની હાજરી હતી. બહેનોના આશીર્વાદ હોય તેનાથી મોટું કાશીની ધરતી પર મને પુણ્ય કયું હોઇ ભાઈ છોટી કાશીના આશીર્વાદ અને મોટી કાશીનો એમ પી.. ભરૂચથી જામનગર સુધી ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસને વિસ્તાર આપવાનો અનુભવ અદભૂત છે.

હમણાં જ નવરાત્રી ગઈ છે અને 2 વર્ષમાં કોરોનાના કારણે બધુ ઠંડુ પડી ગયું હતું. હમણાં મી જોયું કે ગુજરાતના ખૂણે ખૂણે નવરાત્રીનો આનંદ હતો અને જામનગરે પણ ભવ્ય નવરાત્રી મનાવી. નવરાત્રી ગઈ અને દિવાળીની તૈયારી શરૂ કરી દીધી. તમને યાદ હશે લગભગ બે દશક પહેલા આ જ સમયગાળો હતો ત્યારે જામનગર, કચ્છ સહિત આખા ગુજરાતને ભૂકંપે રગદોળી નાખ્યું હતું. એમ લાગતું હતું કે ગુજરાત મોતની ચાદર ઓઢી બેઠું છે.

ભૂકંપ બાદ હવે ગુજરાત બેઠું નહીં થાય તેમ લાગતું હતું. આતો ખમીરવંતી જનતા છે. ખ ખમીરવંતીનો છે. ગુજરાત ઊભું થયું એટલું નહીં દોડવા લાગ્યું આજે દેશને ગતિ આપવાની તાકાત સાથે આગળ વધી રહ્યું છે. કચ્છ વિકાસ જોવા માટે દેશ અને દુનિયા કચ્છમાં આવે અને જામનગર પંખીડા જોવા આવે.

  • અમેરિકામાં 9-11 પછી જે કામ થયું તેના પછી જે સ્મારક બન્યું તેનાથી જરા પણ ઉતરતું નથી
  • જામનગરના લોકોને સ્મૃતિ વન  જવા કરી અપીલ
  • જામનગરની ધરતી પર આવ્યો છું ત્યારે ગૌરવ પૂર્વક જયાં સાહેબ દિગ્વિજયસિંહને નમન કરવા છે
  • યુક્રેનમાં ભારતના વિધ્યાર્થી ફસાયા હતા તેમા પોલેન્ડે જે મદદ કરી તેની પાછળ દિગ્વિજયસિંહનો દયાળુ સ્વભાવ
  • યુક્રેનમાં ભારતના વિધ્યાર્થી ફસાયા હતા તેમા પોલેન્ડે જે મદદ કરી તેની પાછળ દિગ્વિજયસિંહનો દયાળુ સ્વભાવ જવાબદાર
  • અમારી કોશિશ છે કે જામ સાહેબના શહેરને વિકાસ ની નવી નવી બુલંદી પર લેતા જ જવું.
  • જામનગર ક્રિકેટની દુનિયામાં કાયમ ઝંડો રોપ્યા જ કરે . જામનગર ક્રિકેટની દુનિયામાં આજે પણ ભારતનો તિરંગો રોપ્યા કરે,
  • જામનગર ખેલાડી એ ક્રિકેટમાં મોટું કાઠું કાઢ્યું છે. રણજી ટ્રોફી લઈએ ત્યારે ગુજરાતની આન-બાન-શાનનો વિચાર આવે
  • આ ધરતીને નમન કરતા હમેશા આનંદ અને ખુશી થાય છે.
  • તમારી થાય એટલી સેવા કરવાનું મારુ પ્રાણ મજબૂત થયા છે
  • જન શક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, જળશક્તિ, અને રક્ષા શક્તિ આ પાંચ સંકલ્પના સ્તંભ પર ગુજરાતની ભવ્ય ઇમારત નવી ઊચાઇ સર કરી રહી છે
  • 25 વર્ષ પહેલા પાણી માટે વલખાં મારવા પડતાં હતા
  • એક જમાનામાં છાપામાં ફોટો જોયો જામનગરનો મુખ્યમંત્રી પાણીની ટાંકીના ઉદ્ઘાટનમાં આવ્યા.
  • ભૂતકાળમાં ગુજરાતનું બજેટ હતું તેનાથી વધુ ના લોકાર્પણ કરી રહ્યો છું.
  • આપડે હવે ઊંચા જમ્પ તરફ આગળ વધવાનું છે.
  • જામનગરના ધારાસભ્યો રાહત કામ જલ્દી શરૂ કરવાનું કહેતા , કાંચિ માટીના રોડની માંગણી કરતાં , હવે પેવર રોડ માંગે.
  • એક જમાનો હતો આપડે નર્મદા માતાની પરિક્રમા કરતાં આજે માતા પરિક્રમા કરી આશીર્વાદ આપી રહી છે.
  • આજે સૌની યોજનાથી જળાશયો ભરાઈ રહ્યા છે, ખેડૂતને બે હાથમાં લાડુ છે.
  • માતા બહેનોના માથે થી માટલાં આ દીકરો ન ઉતરે તો કોણ ઉતારે
  • આજે 100 ટકા પાઇપ થી પાણી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે.
  • અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે સતત કામ કરી રહ્યા છે.
  • કોરોનામાં દેશના 80 કરોડ લોકોને ભૂખ્યા નથી રેવા દીધા
  • આજે જામનગર પંચરંગી થઈ ગયું છે.
  • જામનગરનું નામ ઓઇલ રિફાઇનરી માં દેશનું 35 ટકા ઓઇલ રિફાઇન થઈ રહ્યું છે.
  • જામનગરમાં ઉત્તમ કનેક્ટિવિટી માટે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર બરબરની કામે લાગી છે
  • દરિયાઈ પટ્ટી પર જે દબાણો થયા હતા તે ચૂપચાપ સફાચટ કરી દેવાયા.આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર હમણા ભૂપેન્દ્રભાઈ ‘સફાઈ’ કરી રહ્યા છે.

 

ભવ્ય રોડ શો યોજ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરના દીગજં સર્કલથી પાઈલોટ બંગલા સુધી ભવ્ય રોડ શો યોજ્યો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. , વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે જામનગરની ધરતી પર પધારેલા વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો જામનગર ખાતે યોજાયો હતો. દીગજામ સર્કલથી સાત રસ્તા સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રી ને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા. વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતા લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને હાથ હલાવીને જામનગરવાસીઓનો વ્યક્ત કરેલો આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

    follow whatsapp