અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. ત્યારે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રૂપિયા 1275 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે સંબોધન કર્તા કહ્યું કે, રાજ્યને બીમારી થી મુક્ત કરવાનો અમે મુક્ત યજ્ઞ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારના કર્યા વખાણ
આપડુતો સિવિલ હોસ્પિટલ પણ નાનું ગામ હોય તેવું છે. આજે સ્વાસ્થય માટે ખૂબ જ મોટો દિવસ છે. જે ખાનગી જોંસપીટલમાં નથી જઈ શકતા તેના માટે આ હોસ્પિટલ 24 કલાક સેવ માટે તૈયાર છે. ખૂબ ઓછા સમયમાં મેડિસિટી કેમ્પસ ખૂબ મોત સાવરૂપમાં તૈયાર થઈ ચૂક્યું છે. દેશની પહેલી સરકરી હોસ્પિટલ હશે જ્યાં સાઈબરનાઈબ ટેકનોલોજીનો ઉપયોગ થશે. વિવિધ યોજનાને સફળ બનાવવા બદલ ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારના કર્યા હતા.
યાત્રા છે બીમારી થી સ્વચ્છ 25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાને ઘણી બીમારી હતી. પહેલી બીમારી હતી સ્વસ્થય ક્ષેત્રે ખૂબ પાછળ. બીજી બીમારી હતી શિક્ષામાં કુવ્યવસ્થા, ત્રીજી બીમારી હતી વીજળીનો અભાવ, ચોથી બીમારી હતી પાણીનો અભાવ, પાંચમી બિમારી હતી ચારે તરફ ફેલાયેલું કુશાશન છઠ્ઠી બીમારી હતી ખરાબ કાનૂન વ્યવસ્થા અને સૌથી ખરાબ વોટબૅંકની રાજનીતિ હતી. ગુજરાતની જૂની પેઢીને આ બધુ યાદ છે. સારા ઈલાજ અને શિક્ષા માટે બહાર જવું પડતું હતું. જે રીતે નાગરિકોને બીમારીથી મુક્ત કરવાના હતા તે રીતે રાજ્યને બીમારી થી મુક્ત કરવાનો અમે મુક્ત યજ્ઞ કરી રહ્યા છીએ.
આજે ગુજરાતમાં હોસ્પિટલ પણ છે. ડૉક્ટર પણ છે અને યુવાનો માટે ડૉક્ટર બનવાનું સપનું પણ છે અને અવસર પણ. 20-22 વર્ષ પહેલા આપદા રાજ્યમાં ફક્ત 9 મેડિકલ કોલેજ હતી. આજે 36 મેડિકલ કોલેજ સેવ આપી રહી છે. 20 વર્ષ પહેલા સરકરી હોસ્પિટલમાં 15,000 બેડ હતા. આજે સરકરી હોસ્પિટલમાં બેડની સંખ્યા 60,000 થઈ ચૂકી છે. મેડિકલ સીટ પહેલા 2200 હતી જે આજે 8500 બેઠકો મેડિકલ સીટ છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કેન્દ્રમાં પણ કામ કરવામાં આવી રહ્યું છે. રાજકોટને એઇમસ હોસ્પિટલ મળી છે, ગુજરાત ના લોકોને ઘરે ઘરી કીમો થેરાપી મળશે. રાજ્યમાં તાલુકા ક્ષેત્રે ડાયાલિસીસ સેન્ટર શરૂ થઈ રહ્યું છે.
આજે દીકરા કરતાં દીકરીની સંખ્યામાં વધારો
દેશના દરેક જિલ્લામાં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાનું કાર્ય કરી રહ્યો છું. પહેલા ગુજરાતમાં માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુદર ખૂબ વધુ હતો. છેલ્લા 20 વર્ષમાં અમે તેના પર કામ કરવામાં આવ્યું અને આજે માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. માતાઓન જીવન બચી રહ્યું છે. પહેલી વાર દીકરાની સંખ્યા કરતાં દીકરીની સાંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં 20 વર્ષમાં મેડિકલ સુવિધામાં વધારો ન થયો હોતતો કલ્પના કરો કે કોરોના મહામારીમાં કોરોના સામે લડવા આપડી શું સ્થિતિ થાત.
ADVERTISEMENT