વડાપ્રધાન મોદીએ સુરતી લોકોના કર્યા વખાણ, સુરતીલાલાઓને મોજ કર્યા વિના ન ચાલે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતને પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતને પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં જાહેરસભા સંબોધતા તેમણે સુરતના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આજ સુરતવાળાની ખાસિયત છે, સુરતીલાલાઓને મોજ કર્યા વિના  ન ચાલે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત દરમિયાન સુરતમાં તેમણે સુરતી લોકોના ભરપેટ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, સુરતવાળાની ખાસિયત છે, સુરતીલાલાઓને મોજ કર્યા વિના વગર ન ચાલે. બહારથી આવતા લોકો પણ સુરતના રંગે રંગાઈ જાય.  હું તો કાશીનો એમ પી છું એટલે લોકો  મને સંભળાવે. સુરતનું જમન અને કાશીનું મરણ. સાંજ પડી નથી ને તાપી નદીની આસપાસ ઠંડો પવન ખાવાનો અને ખાઈને જ ઘરે પાછા જવાનું.  તાપીના કિનારા સહિત સુરત ને વધુ આધુનિક બનાવવા ના પ્રયાસો થઈ રહ્યા છે.

નવરાત્રિના સમયે આવવું મારુ સૌભાગ્ય
મારા જેવા લોકોને સુરત આવવવું, સુરત આવવું ગમે છે પણ નવરાત્રી દરમિયાન આવવું થોડું અઘરું થઈ જાય અને સુરતી જમ્યા વગર જાવ.. કહી હસી પડ્યા હતા. મારુ સૌભાગ્ય છે કે નવરાત્રીના સમયે હું ગુજરાતની ધરતી પર આવ્યો છું.

    follow whatsapp