અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આમોદ,આંણદ અને છારોડી પછી જામનગર ખાતે આશરે રૂ.1448 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ તેમણે લોકોને સંબોધતા તેમણે પુર્વની સ્થતિ અંગે ચર્ચા કરી હતી. કારખાનામાં ટોઇલેટ માં દર 6 મહિને ચૂનો ના કર્યો હોય તો 6 મહિનાની સજા થતી હતી
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે, ગુજરાતના યુવાનો ભાગ્યશાળી છે કે તેમના વડિલોએ જે મુસીબત વેઠી છે તેવી મુસીબતો તેમના નસીબમા આવવા નથી દીધી. 25 વર્ષ પહેલા અંહી ખેતરમાં પાણી માટે વલખા મારવા પડતા હતા અને આજે સ્થિતિ બદલાઇ છે. પહેલા કાચી માટીના રોડની માંગણી ધારાસભ્ય કરતા પરંતુ આજે ઘારાસભ્ય પેવર રોડની તેમજ ફોર લેનની માંગણી કરે છે. પહેલા હેન્ડ પંપ મંજૂર કરવાની માંગણીઓ આવતી અને આજે સૌની યોજનાથી મા નર્મદા સમગ્ર ગુજરાતની પરિક્રમા કરે છે. એક જમાનો હતો કે આપણે માં નર્મદાની પરિક્રમા કરી પુણ્ય કમાતા આજે માતા આપણા પર રાજી થઇ છે અને ગુજરાતને ખૂણે ખૂણે પરિક્રમા કરી આશિર્વાદ આપે છે. આજે સૌની યોજનાથી જળાશયો ભરાઇ રહ્યા છે. આજે ગુજરાતમાં 100% પાઇપથી પાણી પહોંચાડવાનું કામ આપણી સરકાર કરી રહી છે.
33000 હજાર નાનાં કંપલાઇન્ટ માંગતી હતી સરકાર તે બંધ કરી દીધા. જેનો લાભ એમએસએમઇ સેક્ટરને સૌથી વધુ લાભ થયો છે. પહેલા કેવા કાયદા કાનૂન ચાલ્યા,પહેલાંની સરકારોને શું કરતાં હતા ભગવાન બચાવે કારખાનામાં ટોઇલેટ માં દર 6 મહિને ચૂનો ના કર્યો હોય તો 6 મહિનાની સજા થતી હતી. અંગ્રેજ જમાનાના કાયદા ચાલે. મે આખી ટીમ બેસાડી અને જૂના 2000 જેટલા કાયદા કાઢ્યા અને હજુ કાઢીશ. વેપારીને આવો કોઈ કાયદો હોઇ તો ધ્યાન દોરજો. મારુ સ્વછતા અભિયાન શરૂ જ રહેવાનું છે.
ADVERTISEMENT