સુરતમાં PM મોદીનો મેગા રોડ શો, વડાપ્રધાનની એક ઝલક જોવા ઉમટી પડ્યા લોકો

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે.…

PM Modi

PM Modi

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 2 દિવસ દરમિયાન ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી આ બે દિવસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અંબાજીમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે તથા કાર્યક્રમોમાં હાજરી આપશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચી ચૂક્યા છે. સુરત એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ગોડાદરાથી રોડ શોની શરૂઆત કરી હતી.

વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત
ગુજરાત ના પ્રવાસે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આવકારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાન મોદી ગોડાદરાથી લિંબાયત નિલગીરી મેદાન સુધીનો રોડ શૉ  યોજાયો હતો.

વડાપ્રધાનનો રોડ શો  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતના પ્રવાસની શરૂઆત સુરતથી કરી છે. વડાપ્રધાને  સુરતના ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાન મોદી થોડી વારમાં સભાસ્થળ પર પહોંચશે.

વડાપ્રધાનના આજના કાર્યક્રમો 

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરતમાં સવારે 11:15 કલાકે આગમન થશે
  • સુરતમાં ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ યોજશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
  • સુરતથી 1 વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે PM
  •   ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન
  • ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી રોકાશે
  • સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે
  • અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે
  • અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે
  • સાંજે 7 વાગે નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં આપશે હાજરી
  • રાત્રે 9 વાગે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી
  • PM મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે

 

    follow whatsapp