G 20 સમિટને લઈ રાજ્યમાં તડામાર તૈયારી શરૂ, રિયલટાઇમ અપડેટ માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ શરૂ કરાયા

 ગાંધીનગર: ભારતે G 20 નું પ્રમુખ પદ સાંભળતાની સાથે જ દેશભરમાં G 20 સમિટને લઈ એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ…

gujarattak
follow google news

 ગાંધીનગર: ભારતે G 20 નું પ્રમુખ પદ સાંભળતાની સાથે જ દેશભરમાં G 20 સમિટને લઈ એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ G20 માટેની બેઠાકોને લઈ તૈયારી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અલગ અલગ સ્થળોએ કુલ 15 G20 બેઠકોની યજમાની કરવા માટે ગુજરાત સજ્જ છે.ત્યારે હવે ગુજરાતમાં G20 મીટિંગના રિયલટાઇમ અપડેટ સોશિયલ મીડિયા અકાઉન્ટ શરૂ કરવામાં આવ્યા છે. તમામ અપડેટ સોશિયલ મીડિયાના માધ્યમથી મેળવી શકશે.

1 ડિસેમ્બરથી ભારતે પ્રમુખપદ કર્યું ગ્રહણ
ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ એક વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. આ દરમિયાન 22થી 24 જાન્યુઆરી સુધી બિઝનેસ 20 (B20) ની શરૂઆતની બેઠકોનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. અલગ અલગ સ્થળોએ કુલ 15 G20 બેઠકોની યજમાની કરવા માટે ગુજરાત સજ્જ છે. રાજ્યમાં વિવિધ સ્થળો. ગુજરાતમાં ધિરાણ, બેંકિંગ, વેપાર અને રોકાણ, ઉર્જા, શહેરી વિકાસ, પર્યાવરણ અને આબોહવા, પર્યટન અને મહિલા સશક્તિકરણને લગતી મહત્વપૂર્ણ G20 ઇવેન્ટ્સનું આયોજન કરશે.

આ પણ વાંચો: ગુજરાતની મહિલાઓને રાજસ્થાનના બેન્ક કર્મીઓની ધમકી, લોન નહીં ભરો તો સાહેબ જોડે માઉન્ટ આબુ ફરવા જવું પડશે

સોશિયલ મીડિયા પર આ સામગ્રી થશે અપડેટ
ગુજરાતમાં G20 અંગેના સમયસરના અપડેટ અને જાણકારીને લોકો સુધી પહોંચાડવા માટે સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ લાઇવ થઇ ગયા છે. તેમાં G20ના અપડેટ્સ સાથે અન્ય રસપ્રદ માહિતી તેમજ ગુજરાતની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. ડિજીટલ માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ, વારસો અને ખાસિયતોને વિશ્વ સમક્ષ પ્રસ્તૂત કરવામાં આવશે અને અહીં પધારેલા ડેલિગેટ્સ પણ તેનાથી માહિતગાર થશે.

આ છે G20 માટેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 

ઇન્સ્ટાગ્રામ: https://instagram.com/g20gujarat?igshid=YmMyMTA2M2Y=
ટ્વિટર: https://twitter.com/g20gujarat?s=11&t=fNVUC99Iezh4_X_NU05fDQ
ફેસબુક: https://www.facebook.com/G20Gujarat?mibextid=LQQJ4d
યુટ્યુબ: https://www.youtube.com/@G20_Gujarat

પ્રમુખપદ સાંભળતાની સાથે જ કર્યું આ કામ
ભારતે 1 ડિસેમ્બરે પ્રતિષ્ઠિત G20 નું પ્રમુખપદ સંભાળ્યું હતું  આ સાથે જ, સંસ્કૃતિ મંત્રાલયના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 1લી ડિસેમ્બરથી 7મી ડિસેમ્બર સુધી સમગ્ર ભારતમાં G20 લોગો સાથે 100 સ્મારકોને પ્રકાશિત કર્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp