દર્શન ઠક્કર, જામનગર: પોસ્ટ વિભાગમાં છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. ભારતીય ટપાલ વિભાગ સાથે છેતરપિંડીના બનાવો અવારનવાર બનતાં રહે છે જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પોસ્ટ માસ્તર સંડોવાયેલા હોય છે. પોસ્ટ માસ્ટર દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના લલોઈ ખાતેના પોસ્ટ માસ્તરે ગ્રાહકોના . 2,52,000 જમા ન કર્યા અને ગ્રાહકો તેમજ ભારતીય પોસ્ટ વિભાગ સાથે છેતરપિંડી કરી. છેતરપિંડીના બનાવ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
હાલમાં ધોરાજી રોડ, કાલાવડ ખાતે રહેતો શખ્સ ભૂતકાળમાં કાલાવડ તાલુકાના લલોઈ ખાતે પોસ્ટ માસ્તર હતો ત્યારે તેણે કુંડાળું આચરેલું, જેની ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં પોસ્ટ વિભાગના નિશાંત મહેતાએ હાલ કાલાવડ રહેતાં જય વલ્લભભાઈ ફળદુ નામનાં શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જય વલ્લભભાઈ ફળદુએ પોસ્ટ વિભાગમાં ગ્રાહકોના નાણાં જમા કરાવવાને બદલે આ પૈસાથી પોતાનાં ખિસ્સામાં ભરી દીધા હતા. સમગ્ર મામલો બહાર આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
2,52,000 રૂપિયાનું કર્યું ફ્રોડ
જય વલ્લભભાઈ ફળદુએ કાલાવડ તાલુકાના લલોઈ ખાતે પોસ્ટ માસ્તર હતા તે દરમિયાન ગ્રાહકોના પૈસા પોતાના એકાઉન્ટમાં જમા કરતો હતો અને આ મામલો ચારેક મહિના પહેલા ઇન્સ્પેકશન દરમિયાન જાહેર થયેલું. . બાદમાં આ ફ્રોડ બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. અને, હવે આ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થવા પામી છે. આ શખ્સે ગ્રાહકો પાસેથી રૂ. 2,52,000 પોતાનાં કાર્યકાળ દરમિયાન એકત્ર કર્યા પછી, આ નાણાં પોસ્ટ વિભાગમાં જમા ન કરાવી, ભારત સરકાર સાથે છેતરપિંડી કરી અને સરકારી નાણાંની કાયમી ઉચાપત કરી, આ નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા, એવું આ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT