અમદાવાદમાં ખારીકટ કેનાલ પ્રોજેક્ટનું CMએ ખાતમુહૂર્ત કર્યા બાદ કોંગ્રેસનો આભાર માનતા પોસ્ટર્સ લાગ્યા

અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલમાં પ્રદૂષિત પાણી, ગંદકી અને દુર્ગંધની વર્ષો જૂની સમસ્યા હતી. જેના કારણે રહીશોને હેરાનગતીનો ભોગ બનવું પડી રહ્યું હતું. આ…

gujarattak
follow google news

અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલમાં પ્રદૂષિત પાણી, ગંદકી અને દુર્ગંધની વર્ષો જૂની સમસ્યા હતી. જેના કારણે રહીશોને હેરાનગતીનો ભોગ બનવું પડી રહ્યું હતું. આ સમસ્યા માટે કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી તેનું નિવારણ કરવાની માગણી કરવામાં આવી રહી હતી. ત્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ.1200 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે કેનાલની ફરતે કોંગ્રેસનો આભાર માનતા પોસ્ટરો લાગી ગયા છે.

મુખ્યમંત્રીએ 1200 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું
તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના પૂર્વમાં આવેલી ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો અને તેના પર રોડ બનાવવામાં આવશે. આ માટે રૂ.1200 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. જેનું હાલમાં જ મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને આ પ્રોજેક્ટની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હવે યુથ કોંગ્રેસના નેતાનો આભાર માનતા પોસ્ટર્સ સમગ્ર કેનાલ ફરતે લગાવવામાં આવ્યા છે.

શું લખ્યું છે આ પોસ્ટર્સમાં?
યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈની તસવીર સાથે લાગેલા આ પોસ્ટર્સમાં લખ્યું છે કે, કપિલ દેસાઈ દ્વારા 7 વર્ષથી ખારીકટ કેનાલ મુદ્દે ચલાવવામાં આવી રહેલી લડત બાદ સરકાર ઝુકી. ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાના 1200 કરોડના પ્રોજેક્ટનું સામી ચૂંટણી અને આંદોલનની અસરને જોતા મજબૂરીમાં મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આટલું જ નહીં ખારીકટ કેનાલનું ઈન્સ્ટાગ્રામ પર પેજ પણ બનાવવામાં આવ્યું છે, જેના દ્વારા કપિલ દેસાઈ અહીંના લોકોની સમસ્યા સતત લોકો સમક્ષ ઉઠાવતા જોવા મળે છે.

    follow whatsapp