સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે રાજ્યમાં વિધાનસભની ચૂંટણી યોજાશે અને 8મી ડિસેમ્બરે વોટિંગની ગણતરી થશે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપમાં ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. 12મી નવેમ્બર બાદ ભાજપના ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતા છે. પરંતુ આ પહેલા જ પાર્ટીમાં દબાણ લાવવા માટે જાતભાતની ટેકનિક થઈ રહી છે. ત્યારે સુરતની લિંબાયત વિસ્તારમાં ભાજપના સ્થાનિક ધારાસભ્યની વિરુદ્ધમાં જ પોસ્ટરો લાગ્યો છે.
ADVERTISEMENT
લિંબાયત વિસ્તારમાં ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા
સુરતમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ હિન્દીમાં પોસ્ટરો લાગ્યા છે. જેમાં કહેવાયું છે કે, લિંબાયત માંગે પરિવર્તન. સંગીતા પાટીલ હટાઓ, લિંબાયત બચાવો. પાર્ટી જો પરિવર્તન નહીં કરે તો આ વખતે લિંબાયતની જનતા પરિવર્તન કરશે. જય ભાજપા. તય ભાજપા.
ભાજપમાં જૂથવાદ સામે આવ્યો
સુરતના લિંબાયત વિસ્તારમાં સહજાનંદ, સંજય નગર સર્કલ, કંઠી મહારાજ મંદિર, નીલગીરી સર્કલ, ચામુંડા માતાના મંદિર સહિતના કેટલાક વિસ્તારોમાં વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલના વિરોધમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે. ઠેર-ઠેર લગાવેલા આ પોસ્ટરોમાં ભાજપમાં જ એક ગ્રુપ સંગીતા પાટીલથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે જાહેરમાં આ રીતે વર્તમાન ધારાસભ્યની વિરુદ્ધમાં પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT