પોરબંદર: હાલના સમયમાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. ઓનલાઈન જ ડેટિંગ અને લગ્ન માટે વર-કન્યા યુવાઓ શોધતા હોય છે. ત્યારે પોરબંદરના એક યુવકને ઓનલાઈન મેટ્રોમોનિયલ સાઈટ પરથી જીવનસાથી શોધવાનું ભારે પડી ગયું. લગ્નના મહિનાઓ બાદ પતિને માલુમ પડ્યું કે તેણે જે યુવતી સાથે લગ્ન કર્યા છે તે હકીકતમાં ડોન છે અને તેને દેશની જ નહીં વિદેશની પોલીસ પણ શોધી રહી છે. આટલું જ નહીં પત્ની 5000 જેટલી કાર ચોરીના ગુનામાં સહઆરોપી હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
લગ્નના 6 મહિના બાદ પત્ની ડોન હોવાનું માલુંમ પડ્યું
વિગતો મુજબ, પોરબંદરના યુવકે મેટ્રોમોનિયલ સાઈટ પરથી આસામના ગુવાહાટીની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. રીટા દાસની મહિલાએ પોતાની પ્રોફાઈલમાં ડિવોર્સી લખ્યું હોવાથી યુવકે લગ્નની વાત આગળ વધારી હતી. જોકે લગ્નના 6 મહિના દરમિયાન પતિના ધ્યાને અનેક શંકા ઉપજાવે તેવી બાબતો સામે આવી હતી, જોકે તેણે લગ્ન જીવન ટકાવી રાખવા તમામ વાત જતી કરી. લગ્ન પહેલા ગરીબ હોવાની વાત કરતી પત્નીના લગ્ન બાદ દર અઠવાડિયા માસ ખાવાના અને AC વાહનમાં જ ફરવાની માગણીઓ ચાલું થઈ ગઈ.
રોકડ, ATM કાર્ડ પણ પત્ની સાથે લઈ ગઈ
બાદમાં એક દિવસે રીટાને તેની માતાનો ફોન આવ્યો કોઈ જમીનને લઈને કેસ ચાલતો હોવાથી પોતાના ગામ જવા નીકળી હતી. દરમિયાન પતિએ તેને ફોન, ATM કાર્ડ અને રોકડ પૈસા આપ્યા. થોડા દિવસ બંને વચ્ચે ફોનમાં વાતચીત થઈ અને બાદમાં તેણે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી એક વકીલનો ફોન આવ્યો અને તેમણે યુવકને જાણ કરી કે તેની પત્નીની પોલીસે અટકાયત કરી લીધી છે. આ વાત સાંભળતા જ પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. આથી તેણે તપાસ કરતા માલુમ પડ્યું કે તેની પત્ની હકીકતમાં હિસ્ટ્રીસીટર ડોન હતી.
5000 કારની ચોરીમાં સહઆરોપીમાં પત્નીનું નામ
અસમથી તે જે મહિલાને લગ્ન કરીને ઘરે લાવ્યો હતો તે 5000 જેટલી કારની ચોરીમાં સહ આરોપી હતી. તેના પૂર્વ પતિએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઉપરાંત તેની સ્મગલિંગ, લૂંટ, ગેંડાનો શિકાર, ચોરી અને હત્યા જેવા મોટા ગુનામાં પણ સંડોવણી હતી. યુવકે પત્ની વિશે ગૂગલમાં સર્ચ કરીને તપાસ કરતા દેશ જ નહીં વિદેશમાં પણ તેનું નામ ચોરીના કેસમાં સામે આવ્યું હતું. જેથી યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પોરબંદર SP ઓફિસમાં અરજી આપી છે અને PMOથી લઈને રાષ્ટ્રપતિ સુધી તમામ સામે તેને ન્યાય અપાવવા માટે માગણી કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT