કંગાળ પાકિસ્તાને પરમાણુ બોમ્બ વેચવાનું શરૂ કર્યું! લંડનમાંથી યુરેનિયમ પકડાતા વિશ્વ સ્તબ્ધ

નવી દિલ્હી : પાકિસ્તાનની પરમાણુ શક્તિ મુદ્દે ભારત ચિંતા વ્યક્ત કરતું રહે છે. જો કે હવે જે ઘટના બની તેના પગલે ભારતની આશંકા સાચી ઠરી…

gujarattak
follow google news

નવી દિલ્હી : પાકિસ્તાનની પરમાણુ શક્તિ મુદ્દે ભારત ચિંતા વ્યક્ત કરતું રહે છે. જો કે હવે જે ઘટના બની તેના પગલે ભારતની આશંકા સાચી ઠરી અને સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઇ ગયું છે. લંડનના હિથ્રો એરપોર્ટ પર 29 ડિસેમ્બરે મોટા પ્રમાણાં યૂરેનિયમ પદાર્થ પકડાયો હતો. આ યૂરેનિયમ પરમાણુ બોમ્બ બનાવવા માટે સૌથી વધારે કામમાં આવે છે. ચોંકાવનારી બાબત છે કે, યૂરેનિયમથી ભરેલું જે પેકેજ પકડાયું છે તે પાકિસ્તાનથી બ્રિટન ખાતેની એક ઇરાની ફર્મ પર આવ્યું હતું.

આ પેકેજ ઇરાનની એક ફર્મને મોકલવામાં આવ્યું હોવાનું સ્થાપિત થયું
આ પેકેજ પાકિસ્તાનથી ખાડી દેશ ઓમાન થઇને ફ્લાઇટમાં લંડન મોકલાયું હતું. જેને બ્રિટનમાં ઇરાનની એક ફર્મના એડ્રેસ પર પહોંચાડવાનું હતું. જો કે તે પહેલા જ તે પકડાઇ ગયું હતું. સુત્રો અનુસાર યૂરેનિયમથી ભરેલું આ પેકેજ પેસેન્જર પ્લેન દ્વારા મોકલવામાં આવ્યું હતું. સિક્યોરિટી તપાસ દરમિયાન આ ખતરનાક માલને પકડી લેવાયો હતો. યૂરેનિયમના પેકેજને પકડતાની સાથે જ તેને અલગ અલગ રૂમમાં બંધ કરી દેવામાં આવ્યું. તત્કાલ કાઉન્ડર ટેરર પોલીસને આ અંગે માહિતી આપવામાં આવી. ત્યાર બાદ તે કાર્ગો ક્યાંથી મોકલાયું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

પાકિસ્તાનથી નિકળેલું પાર્સલ લંડનમાં ન પકડાયું હોત તો…
તપાસ દરમિયાન ફોર્સને માહિતી મળી કે, યૂરેનિયમ બ્રિટન બેઝ્ડ એક ઇરાની ફર્મને મોકલવામાં આવ્યું હતું. જો કે કયા લોકોને મોકલવામાં આવ્યું હતું તે વાતનો ખુલાસો હજી સુધી થઇ શક્યો નથી. જો કે હજી સુધી ફોર્સ દ્વારા કોઇ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી. બ્રિટનનો સુરક્ષા વિભાગ આ સમગ્ર મામલાને ખુબ જ ગંભીરતાથી લઇ રહ્યો છે. હવે તે એન્ટી ટેરર ઓપરેશન બની ચુક્યો છે. જો કે ચિંતાનો વિષય છે કે, ઇરાનના અણુ પ્રોગ્રામને આગળ વધારવામાં હવે પાકિસ્તાન પણ તેનો સાથ આપી રહ્યું છે.

    follow whatsapp