- પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરે નિધન
- સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી અભિનેત્રી
- મેનેજરે પૂનમ પાંડેના નિધનની કરી પુષ્ટી
Poonam Pandey Death: પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું અચાનક નિધન થયું છે. તેના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. આ સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
ગુરુવારે રાત્રે થયું નિધન
પૂનમ પાંડેની મીડિયા મેનેજર પારુલ ચાવલાએ અભિનેત્રીના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. મેનેજરે જણાવ્યું કે, પૂનમ પાંડેનું ગત ગુરુવારે રાત્રે નિધન થયું છે. આ દુઃખદ સમાચાર બાદ ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ માટે એ માનવું મુશ્કેલ છે કે અભિનેત્રી હવે આ દુનિયામાં નથી.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી
32 વર્ષની પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સરનો સામનો કરી રહી હતી. પૂનમ પાંડેની ટીમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, ‘આજની સવાર આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ છે. અમને એ જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે અમે અમારી પ્રિય પૂનમને સર્વાઇકલ કેન્સરથી ગુમાવી છે.’
મેનેજમેન્ટ ટીમે પુષ્ટિ આપી હતી
પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવેલી આ પોસ્ટે સોશિયલ મીડિયા યુઝર્સને પરેશાન કરી દીધા છે. ઘણા યુઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરીને પૂછ્યું છે કે શું આ મજાક છે. શું પૂનમની ટીમ કોઈ પ્રોજેક્ટને પ્રમોટ કરવા માટે આ ટ્રિક અજમાવી રહી છે? શું તે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માંગે છે અથવા તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે?
વતનમાં જ કરાશે અંતિમ સંસ્કાર
મીડિયાએ પૂનમ પાંડેની મેનેજમેન્ટ ટીમ સાથે વાત કરી. તેણે કહ્યું કે, ‘પૂનમ થોડા સમય પહેલા કેન્સરથી પીડિત મળી આવી હતી. આ છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. તે યુપીમાં તેના વતનમાં હતી અને ત્યાંથી સારવાર લઈ રહી હતી. તેના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ થશે.’
ADVERTISEMENT