મહિસાગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી દરેક પાર્ટીએ ઉમેદવારોની યાદી બહાર પાડવાનું શરૂ કરી દીધું છે. તેવામાં લુણાવાડા બેઠક પરથી રાજકારણ ગરમાયું છે. અહીં ઓબીસી સમાજના નેતાને ઉમેદવારોની આપવામાં ન આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં રાજકીય નિષ્ણાંતોના મતે આ બેઠક પર ફરીથી 2017 જેવી નવા જૂનીના એંદાણ જણાઈ રહ્યા છે. જાણો સમગ્ર વિવાદ વિગતવાર…
ADVERTISEMENT
સો.મીડિયામાં વિવાદ વકર્યો
2022માં ભાજપે લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશ સેવકને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસે હજુ સુધી કોને ઉમેદવારી આપવી એની સત્તાવાર જાહેરાત કરી નથી. આ દરમિયાન ઓબીસી સમાજે કોંગ્રેસ પાસે જઈને અહીંથી ઓબીસી સમાજના ઉમેદવાર ઉભા રાખવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે યોગ્ય પ્રતિસાદ ન મળતા વિરોધનો વંટોળ ફૂંકાયો છે. લોકો સોશિયલ મીડિયામાં આનો વિરોધ કરી રહ્યા છે.
વાઈરલ સોશિયલ મીડિયા સ્ટેટસ
અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે એવી શક્યતા
ઉલ્લેખનીય છે કે ઓબીસી સમાજ લુણાવાડા વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે. અત્યારે આને લઈને સમાજના મોટાભાગના લોકો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ અને ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. જોકે હવે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે જોવાજેવું રહેશે.
With Inputs: વિરેન જોશી
ADVERTISEMENT