અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય મહિલ ગરમાઈ રહ્યો છે. ગુજરાતના પ્રવાસે અનેક દિગજ્જ નેતાઓ આવી રહ્યા છે. આ દરમિયાન 20 તારીખે ગુજરાતના પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે વડોદરામાં સંવાદ યોજ્યો હતો. આ સંવાદ સ્થાન પર દબાણ હટાવવા આજે પાલિકાએ બુલડોઝર મોકલ્યા છે. આ મામલે રાજકારણ ગરમાયું છે. આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે તમારું અભિમાન તો હવે જનતા તોડશે.
ADVERTISEMENT
ભાજપમાં ભયંકર ડર
વડોદરામાં કેજરીવાલના કાર્યક્રમ સ્થળ પર બુલડોઝર પહોંચવા મામલે ગોપલ ઇટાલિયા એ કહ્યું કે, વડોદરામાં 13 જેટલા સ્થળો ભાજપે કેન્સલ કરાવ્યા, જે જગ્યાએ કેજરીવાલ માટે પાર્ટી પ્લોટ કે હૉલ ભાડે રાખવામાં આવે તે જગ્યાએ ભાજપના લોકો ફોન કરી કેન્સલ કરાવતા હતા. છેલ્લે નવનીત કાકા નામના વ્યક્તિએ પોતાનો પાર્ટીપ્લોટ ભાડે આપ્યો. ત્યારે નવનીત કાકાને પણ ફોન કરી ધમકાવવામાં આવ્યા હતા. નવનીત કાકાએ ધમકી બાદ પણ આમ આદમી પાર્ટીને પ્લોટ ભાડે આપ્યો. ભાજપના લોકોએ આ હૉલ તોડવા માટે જેસીબી મોકલાયા છે. એક તરફ વડોદરાના રસ્તા તૂટયા છે અને તે બાબતે ફોન કરવામાં આવે તો કહે ફંડ નથી માણસો નથી, સાધનો નથી. પરંતુ હૉલ તોડી નાખવો હોય, અરવિંદ કેજરીવાલના કાર્યક્રમો રોકવા હોય તો માણસો પણ છે અને પૈસા છે. આ દર્શાવે કે ભાજપમાં ભયંકર ડર લાગ્યો છે.
ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ યોગ્ય નથી
ભાજપ પર પ્રહાર કરતાં ઇટલીયાએ કહ્યું કે, આજે ભલે ભાજપે હૉલ તોડવા લોકો મોકલ્યા પરંતુ ચૂંટણીમાં ગુજરાતની જનતા તેનું અભિમાન તોડશે. ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ યોગ્ય નથી. તમારે હેલ્ધી રાજનીતિ કરવી જોઈએ. ગુજરાતમાં અત્યારે અમારો એક પણ ધારાસભ્ય નથી છતાં કેમ આટલો ડર લાગે છે. કોઈ વ્યક્તિ પોતાની માલિકીની પ્રોપર્ટી બીજાને ભાડે આપે તે માટે તેની પ્રોપર્ટી તોડી નાખવાની? આ બિલકુલ યોગ્ય નથી. ગુજરાતની જનતા જોઈ રહી છે. જનતા અરવિંદ કેજરીવાલ સાથે છે તે ડર ભાજપમાં દેખાઈ રહ્યો છે.
કેજરીવાલે પણ આ મામલે કર્યું ટ્વિટ
ADVERTISEMENT