અંજાર બેઠકનું રાજકીય સમીકરણ અને જાણો શું છે ઇતિહાસ, આ ચૂંટણીમાં 7 ઉમેદવારો વચ્ચે જામશે જંગ

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ…

gujarattak
follow google news

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ માટે કચ્છ એક મહત્ત્વની ગુજરાતનો વિસ્તાર છે કારણ કે, આ પ્રતીક છે ધ્વંસમાંથી નવનિર્માણ સુધીનો 2001ના ભૂકંપ બાદ કચ્છને વિકાસની યાત્રા જે કરી છે. એનાથી ગુજરાતની છબી વિશ્વ સમક્ષ ઊભી થઈ છે. સશક્ત ઈરાદા સાથે કચ્છ અને એ રાજકીય પાર્ટી પક્ષ સાથે બેઠો થાય છે. જે કચ્છમાં વિકાસ કરી શકે. પ્રવાસની અસાધારણ સંભાવનાઓને લઈને આ રણવિસ્તાર સરકારની ઈમેજ સુધારવાનું કામ કરી રહી છે. વિકાસથી ઉપર રહીને કચ્છ જિલ્લામાં જીત અને હારનો નિર્ણય ખૂબ ઝીણવટથી મતદાતાઓ નક્કી કરે છે. મતદારો અહીં એવા વ્યક્તિને જીત અપાવે છે જે મોટો ચહેરો હોય સાથ જ જાતિ અને ધર્મ સાથે જોડાયેલો હોય. અંજાર બેઠકનું સમીકરણ અને અંજારનો ઇતિહાસ તથા આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાને છે તે રસપ્રદ છે.

અંજારની અવનવી વાત
કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ 1602માં અંજારની સ્થાપન કરી હતી. આ વિસ્તારમાં ભૂગર્ભ જળથી ખેતી અને વ્યવસાયને વેગ મળ્યો છે. અંજારને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે. જેસલ તોરલની સમાધિ દેશ વિદેશમાં જાણીતી છે. અંજારના છરી, ચાકુ, તલવાર અને ચામડાની બનાવટોના ઉધ્યોગ પ્રસિદ્ધ છે.

શિક્ષણનું પ્રમાણ 
અંજાર-કચ્છની અંજાર વિધાનસભા બેઠકમાં આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53 ટકા પુરુષો છે અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 73 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 86 ટકા અને 73 ટકા છે.

મતદારો અને સમીકરણ
અંજાર વિધાનસભા બેઠક પર 270813 મતદારો છે. જેમાંથી 138306 પુરુષ મતદારો છે. જ્યારે 132507 મહિલા મતદારો છે. અંજારમાં આહિર, દલિત અને મુસ્લિમ મતદારો વધારે છે. સાથે જ કડવા પટેલ અને ક્ષત્રિય જ્ઞાતિના લોકોનું પણ પ્રભુત્વ જોવા મળે છે. તો બ્રાહ્મણ અને લોહાણા સમાજના મત પણ અંજાર બેઠક માટે નિર્ણાયક બને છે.

વર્ષ 2017ની ચૂંટણી
વર્ષ 2017માં અંજાર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,29,493 મતદારો પૈકી કુલ 1,56,253 મતદારોએ મત આપ્યા હતાં. જેમાંથી 83 જેટલા મત રદ કરવામાં આવ્યા હતા અને 1,56,170 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3601 મત NOTA ને મળ્યા હતા અને 682 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. અંજાર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને 64,018 મત મળ્યા હતા. જ્યારે વાસણ આહીર 75,331 મત મેળવી વિજેતા બન્યા હતા. વાસણ આહીર 11,313 મતથી વિજેતા બન્યા હતાં. 2012માં ભાજપના વાસણ આહિર જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વી. કે. હુંબલને માત્ર ૩ ટકા મતથી હરાવ્યા હતા. વાસણ આહિરનો આ બેઠક પરથી માત્ર 4,728 મતથી વિજયી થયા હતા. 2007ની ચૂંટણીમાં જુના સીમાંકનમાં આ બેઠક પરથી ભાજપના નીમાબેન આચાર્ય જીત્યાં હતા. તેમણે કોંગ્રેસના વી. કે. હુંબલને 11 ટકા મતથી હરાવ્યા હતા.

વાસણ આહીરનો દબદબો
અંજાર બેઠક પર ભાજપે 5 ટર્મ સત્તા પર રહ્યું છે જેમાંથી 4 ટર્મ વાસણ આહીર જ જીત્યા છે જ્યારે 1 વખત નિમબેન આચાર્ય કોંગ્રેસ માંથી જીત્યા છે અને એક વખત ભાજપમાંથી જીતી ચૂક્યા છે.

કોનો દબદબો
અંજાર બેઠક પર કુલ 13 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાંથી 7 વખત કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. જ્યારે 5 વખત ભાજપના ઉમેદવાર જીત્યા છે. આ ઉપરાંત 1 વખત વર્ષ 1962માં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર જીત્યા છે.

વાસણ આહીરને પડતાં મુકાયા
ભજપ હરમેશા નવા નવા અખતરા કરવામાં માહિર છે. અને બીજી તરફ ગુજરાતને રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે. આ દરમિયાન ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કચ્છની અંજાર વિધાનસભા બેઠક કે જ્યાં છેલ્લાં 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયપ્રધાન વાસણ આહીર ચુંટાઈ આવતા હતા. જેમનું આ વખતેની ચૂંટણીમાં પતુ કાપી નાખ્યું છે. ભાજપ તરફથી તેમને ટિકિટ આપવામાં નથી આવી. ભાજપ દ્વારા આ સીટ પર ઉમેદવાર તરીકે ત્રિકમ છાંગાને મેદવાને ઉતાર્યા છે.

  • 2022ની ચૂંટણીમાં આ ઉમેદવારો મેદાનેભાજપે ત્રિકમ છાંગાને મેદાને ઉતાર્યા છે.
    કોંગ્રેસે રમેશ ડાંગરને મેદાને ઉતાર્યા છે.
    આમ આદમી પાર્ટી તરફ થી અરજણભાઇ રબારી મેદાને છે.
    સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્ડિયા તરફથી રોશનઅલી સાંઘાણી મેદાને છે.
    બસપા તરફથી સુધા ચાવડા મેદાને છે.
    ગુજરાત સર્વસમજ પાર્ટી તરફથી કલક ગનીભાઈ મેદાને છે
    અપક્ષ ઉમેદવાર રમેશ કોડેચા મેદાને છે.

વર્ષ    વિજેતા ઉમેદવાર પક્ષ
2017- વાસણભાઈ આહિર- ભાજપ
2012- વાસણભાઈ આહિર- ભાજપ
2007- ડૉ. નીમાબેન આચાર્ય- ભાજપ
2002- ડૉ. નીમાબેન આચાર્ય- કોંગ્રેસ
1998- વાસણભાઈ આહિર- ભાજપ
1995- વાસણભાઈ આહિર- ભાજપ
1990- નવીનભાઈ શાસ્ત્રી- કોંગ્રેસ
1985- નવીનભાઈ શાસ્ત્રી- કોંગ્રેસ
1980- ખીમજી જેસંગ- કોંગ્રેસ
1975- ઠક્કર પ્રેમજીભાઈ- કોંગ્રેસ
1972- ખીમજી જેસંગ- કોંગ્રેસ
1967- એન એચ ગઝવાની- કોંગ્રેસ
1962- મુળજી પરસોત્તમ- SWA

કચ્છ જિલ્લાનાં 1172 મતદાન મથકોના 1860 પોલીંગ બૂથ પર થશે મતદાન
મતદાન મથકો અંગે આંકડાકીય વિગતો અનુસાર કચ્છમાં 1172 મતદાન મથકો પર 1860 પોલીસ બુથ ઊભા કરવામાં આવશે. જે પૈકી 530 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો છે. અબડાસા બેઠકના 321 મતદાન મથકો પર 379 બૂથ, માંડવી બેઠકના 184 મતદાન મથકો પર 286 બુથ, ભુજ બેઠકના 168 મતદાન મથકો પર 301 બૂથ, અંજાર બેઠકના 164 મતદાન મથકો પર 292 બૂથ, ગાંધીધામ બેઠકના 141 મતદાન મથકો પર 309 બુથ, રાપર વિધાનસભા બેઠકના 194 મતદાન મથકો પર 293 પોલીસ બુથ ઊભા કરવામાં આવશે.

    follow whatsapp