ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કરવાને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે પગાર વધારાનો જી.આર કરી દીધો છે. પોલીસ કર્મીઓને હવે 1લી ઓગસ્ટથી પગાર ભથ્થામાં વધારો મળશે અને ઓગસ્ટ મહિનાના પગારમાં જ આ વધારો મળી જશે.
ADVERTISEMENT
સરકારે 14 ઓગસ્ટે કરી હતી જાહેરાત
રાજ્ય સરકારે 14મી ઓગસ્ટે પોલીસ કર્મીઓના પગારમાં વધારા માટે 550 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. જેમાં LRDથી લઈને ASI સુધીના પોલીસ કર્મીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતના ઘણા દિવસો વીતી જવા છતાં તેનો જી.આર ન કરાતા AAPએ ગૃહ રાજ્યમંત્રીને ઘેરવાનું શરૂ કર્યું હતું.
કોના પગારમાં કેટલો વધારો?
પોલીસ વિભાગમાં હાલ LRDને હાલમાં વર્ષે કુલ મળીને 2,51,100 રૂપિયા પગાર મળે છે, નવો પગાર વધારીને 3,47,250 કરાયો છે. કોન્સ્ટેબલનો હાલનો પગાર રૂ. 3,63,660 થાય છે, જે હવે વધીને 4,16,400 રૂપિયા કરાયો છે. હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હાલ 4,36,656 રૂપિયા છે, જે હવે 4,95,394 રૂપિયા કરાયો છે. જ્યારે ASIને વર્ષે રૂ. 5,19,354 મળે છે, તે હવે વધારીને હવે તેમનો વાર્ષિક પગાર 5,84,094 રૂપિયા કરાયો છે.
મુખ્યમંત્રીએ 550 કરોડનું પેકેજ જાહેર કર્યું
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોલીસ કર્મચારીઓ માટે રૂ.550 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
(અમે આને અપડેટ કરી રહ્યા છીએ…)
ADVERTISEMENT