ખેડામાં ગરબામાં પથ્થરમારો કરનારા તોફાની તત્વોને પોલીસે જાહેરમાં આપી થર્ડ ડિગ્રી, VIDEO વાઈરલ

Yogesh Gajjar

04 Oct 2022 (अपडेटेड: Oct 4 2022 9:45 AM)

ખેડાઃ ખેડાના ઉઢેલા ગામમાં નવરાત્રીની આઠમે સંરપંચ પોતાની માનતા પૂરી કરવા માટે ગરબા રમી રહ્યા હતા. ત્યારે અચાનક અન્ય સમુદાયના લોકોએ ગરબા બંધ કરવાનું કહી…

gujarattak
follow google news

ખેડાઃ ખેડાના ઉઢેલા ગામમાં નવરાત્રીની આઠમે સંરપંચ પોતાની માનતા પૂરી કરવા માટે ગરબા રમી રહ્યા હતા. ત્યારે અચાનક અન્ય સમુદાયના લોકોએ ગરબા બંધ કરવાનું કહી ગરબા રમતી મહિલાઓ પર પથ્થર મારો કર્યો હતો. જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને 43 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી, જ્યારે 150ના ટોળા સામે પણ ફરિયાદ થઈ હતી અને 10 લોકોને અત્યાર સુધીમાં ડિટેઈન કરી લેવાયા હતા. હવે ઘટનામાં પોલીસની થર્ડ ડિગ્રીનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે.

આરોપીઓને લાકડીથી મારી માફી મગાવી
ખેડા જિલ્લા પોલીસ દ્વારા આ પથ્થરમારામાં ડિટેઈન કરાયેલા આરોપીઓને જાહેરમાં ચોક વચ્ચે લઈ જવામાં આવ્યા હતા અને થર્ડ ડિગ્રી આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય કે તોફાની તત્વોમાં દાખલો બેસાડી શકાય એટલે તેમને લાઈટના થાંભલા સામે ઊભા રાખવામાં આવે છે અને બાદમાં પોલીસ તેમને લાકડીથી થર્ડ-ડિગ્રી આપે છે, અને જાહેરમાં તેમની પાસે માફી મગાવે છે.

ગરબા દરમિયાન થયો હતો પથ્થરમારો
સ્થાનિક લોકોએ કહ્યું કે સરપંચે માનતા રાખી હતી કે તેઓ જીતશે તો પાંચ રાઉન્ડ ગરબા કરશે. જોકે આ દરમિયાન પ્રિપ્લાન ષડયંત્ર કહી શકાય એમ સરપંચ જેવા ગરબે ઘૂમ્યા કે ગણતરીની મિનિટોમાં અન્ય સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

DJનું સાઉન્ડ બંધ કરવા મુદ્દે થઈ હતી તકરાર
ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા તો અન્ય સમુદાયના લોકોએ અહીં ગરબા ન રમવા તથા ડીજેના સાઉન્ડને બંધ રાખવા ટકોર કરી હતી. તેના સામે લોકોએ કહ્યું કે અમે કેમ ગરબા ન રમીએ. બસ આ દરમિયાન વાતચીત થઈ તેમાં અન્ય સમુદાયના લોકોના એક જૂથે પથ્થર મારો કર્યો હતો. જેમાં 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અત્યારે તેઓ સારવાર હેઠળ છે.

(વિથ ઈનપુટ: હેતાલી શાહ)

 

    follow whatsapp