વડોદરા, દિગ્વિજય પાઠકઃ ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટી વિથ ડિફરન્સ સાથે ઉભરી આવી છે. દરેક મોરચે તેમની તૈયારીઓ તેજ જોવા મળે છે. વડોદરાના પ્રભારી મંત્રી તરીકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભારતીય સંગઠનની આયોજન બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વડોદરા શહેર અને જિલ્લાના વિકાસ માટે તૈયારીઓ કરવામાં આવી હતી. વ્યાજખોરો અંગે પણ હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.
ADVERTISEMENT
વડોદરા ભાજપ સંગઠનની બેઠક
વડોદરા શહેર અને જિલ્લાના આયોજન બેઠક બોલાવાઈ હતી.જેમાં પ્રભારી મંત્રી તરીકે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા અને સરકારના તમામ વિભાગો સાથે આજે બેઠક યોજવામાં આવી હતી. વડોદરા શહેરના વિકાસ માટે ભાજપના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અનેક સમયથી વડોદરાના વિવિધ પ્રશ્નો અને માગને લઈને રાજ્ય સરકાર સાથે અને તમામ વિભાગો સાથે સંકલન કરી રહ્યાં છે. જે પ્રકારે ચૂંટાયેલા સંગઠન અને પ્રતિનિધિઓ સતત વડોદરાના વિવિધ પ્રોજેક્ટો પર તૈયારીઓ કરતા હોય છે. વડોદરા શહેર અને વિકાસની કામગીરીને આગળ વધારવાનું લક્ષ્ય છે. મહત્વના પ્રોજેક્ટ પર તો ચર્ચા થઈ છે સાથે સાથે હાઈવે પર અકસ્માતો નિવારવા મુદ્દે, જિલ્લાના ગામડાઓમાં ઓર્ગેનિક ખેતી પર ભાર મુકવા પર , મહાનગરોના હિસ્ટોરિકલ મોન્યુમેન્ટના ડેવલોપમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, સિવિલ હૉસ્પિટલ અને શિક્ષણ ક્ષેત્ર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આજે પાંચ કલાક સુધી આ મેરેથોન બેઠક ચાલી છે જેમાં ટૂંકા અને લાંબા ગાળાના બને પ્લાન પર ચર્ચા ચાલી છે.
વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી
આ સાથે આ બેઠકમાં રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસ જે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે તેના વિશે પણ હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સંઘવીએ કહ્યું હતું કે, વ્યાજખોરોની સામે ગુજરાત સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતભરમાંથી 850 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે વ્યાજખોરોની ફરિયાદો લેવા માટે ગુજરાત પોલીસ દરેક જિલ્લામાં અને શહેરમાં સ્પેશિયલ લોકદરબારનું આયોજન પણ કરી રહી છે. એક હજાર કરતા વધારે એવા કેસ છે જેમાં પોલીસે વ્યાજખોરોએ પડાવેલી વસ્તુઓ પણ નાગરિકોને પરત અપાવી છે.
આ પણ વાંચોઃ RTIથી સરકારોની કાર્યવાહીમાં પારદર્શક્તા અને જવાબદેહી વધી છેઃ દેશના મુખ્ય માહિતી કમિશ્નર
વ્યાજખોરોની હવે ખેર નહી
વ્યાજખોરો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઉંચા દરે વ્યાજ વસૂલ કરતા હોય છે. જે લોકો વ્યાજની ભરપાઈ કરવામાં સફળ ન થાય તેમની પાસેથી સોનાના દાગીના, મંગળસૂત્ર, મકાન પડાવી લેવામાં આવે છે તો ક્યારેક કોરા કાગળ પર સહી પણ કરાવી લેવાતી હોય છે. એવા એક હજાર જેટલા કેસમાં ગુજરાતની પોલીસે ઉકેલ લાવ્યો છે. અનેક વિધવા માતાને તેમના ઘર તો કોઈ સ્ત્રીને તેનું મંગળસૂત્ર અને સોનાના દાગીનાઓ પરત અપાવ્યા છે. સાથે સંઘવીએ ગુજરાત પોલીસની પ્રશંસા કરતા કહ્યું હતું કે, પોલીસ માત્ર વ્યાજખોરો સામે પગલા ભરીને સંતોષ નથી માની લેતી પરંતુ ત્યાર બાદ નાગરિકોને સસ્તા દરે લોન કઈ રીતે મળે તેના માટે કેમ્પનું પણ આયોજન કરી રહી છે.
ગુજરાત પોલીસે દાખલો બેસાડ્યો છે
વ્યાજખોરો સામે પોલીસે માત્ર ફરિયાદ નોંધીને સંતોષ નથી માન્યો પણ કડક કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે.ગુજરાત પોલીસે માત્ર વ્યાજખોરો સામે જ પગલા ભરવાનું જ કામ નથી કર્યું પરંતુ સાથે સાથે આ વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરવાનું કામ કર્યું છે. પોલીસ માત્ર ફરિયાદ દાખલ કરીને સંતોષ નથી માન્યો વ્યાજના નામે ઘર પડાવ્યુ હોય કે કિંમતી સામાન પડાવ્યો હોય તો એપણ મુક્ત પણ કરાવ્યું છે. પોલીસે તમામ વિભાગો સાથે મળીને સામાન તો પરત અપાવ્યો જ પણ સરકારની વિવિધ યોજનાની જાણકારી પણ આપી.પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર યોજના,શ્રમ યોજના સહિતની 13 યોજનાની જાણકારી આપી અને લોન અપાવવાનું કામ પણ કર્યું છે. હજારો લોકોને છેલ્લા 10 દિવસમાં લોન અપાવી છે.દરેક જિલ્લા અને શહેરના પોલીસ સ્ટેશન દીઠ આ પ્રકારના કેમ્પ કરી સરકારી યોજનાના માધ્યમથી સસ્તા દરે લોન કેવી રીતે મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT