થર્ટી ફર્સ્ટ પહેલાં દાહોદમાં 40 જગ્યાએ પોલીસના દરોડા, 26 આરોપીઓની ધરપકડ

દાહોદ: ગુજરાતમાં દારૂબંધી તો માત્ર ચોપડે લખાયેલી હોય એમ લાગી રહ્યું છે. બાકી દેશી દારૂ હોય કે પછી વિદેશી દારૂ, અહીં બુટલેગરો બેફામ બન્યા છે.…

gujarattak
follow google news

દાહોદ: ગુજરાતમાં દારૂબંધી તો માત્ર ચોપડે લખાયેલી હોય એમ લાગી રહ્યું છે. બાકી દેશી દારૂ હોય કે પછી વિદેશી દારૂ, અહીં બુટલેગરો બેફામ બન્યા છે. ગુજરાતમાં દારૂના પ્રવેશ માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી કૌભાંડ આચરાતું હોય છે. તેવામાં અત્યારે થર્ટી ફર્સ્ટની પાર્ટી પૂર્વે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે એક જ દિવસમાં પોલીસે 40 સ્થળે દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી દીધી હતી.

26 આરોપીઓની ધરપકડ..
દાહોદ પોલીસે થર્ટી ફર્સ્ટની પાર્ટીને ધ્યાનમાં રાખીને મેગા સર્ચ ઓપરેશન પાર પાડ્યું છે. તેમણે કુલ 40 સ્થળે દરોડા પાડ્યા હતા. અહીં દેશી દારૂના અડ્ડાઓનો પર્દાફાશ કરવાની સાથે તેમણે મોટા પ્રમાણમાં બુટલેગરોને પકડ્યા છે. આ દરમિયાન પોલીસે કુલ 26 આરોપીઓની ધરપકડ કરી દીધી છે.

પોલીસે દાહોદ ટાઉન A ડીવીઝન,B ડીવીઝન,દાહોદ ગ્રામ્ય વિસ્તાર, દેવગઢબારીઆ, ગરબાડા, ઝાલોદ જેવા અલગ અલગ વિસ્તારમાં કરી રેડ કરી છે.નોંધનીય છે કે દાહોદ પોલીસે એકજ દિવસમાં 40 જગ્યાએ રેડ પાડીને દેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે.

With Input: શાર્દૂલ ગજ્જર

 

    follow whatsapp