રાજકોટઃ ગોંડલના રીબડામાં ગઈકાલે રાત્રે 2 જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલના બનાવ બાદ પોલીસ હવે એલર્ટ થઈ ગઈ છે. બીજી તરફ આજે સાંજે રીબડામાં જયરાજસિંહ જાડેજાએ પાટીદાર મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરી છે. એવામાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ સતર્ક બની છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગોંડલ જૂથના સમર્થકને માર માર્યાની વાત વહેતી થઈ હતી
ગઈકાલે મેસેજ વાયરલ થતા રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા અને ગોંડલ જૂથના સમર્થકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર અમિત પટેલ નામના યુવકે આક્ષેપ કર્યો હતો કે અનિરુદ્ધસિંહના પુત્રોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ઢોર માર માર્યો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ જયરાજસિંહે પણ રીબડામાં અનિરુદ્ધસિંહ અને તેના પરિવારનો ત્રાસ હોવાનું કહ્યું હતું, જેના વિરુદ્ધમાં આજે રીબડા ખાતે મહાસંમેલન બોલાવ્યું છે.
અનિરુદ્ધસિંહ જાડેજાએ આરોપોને ફગાવ્યા
તો આ આરોપોને ફગાવતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ઈરાદાપૂર્વક જયરાજ જાડેજા દ્વારા અફવા ઉડાવવામાં આવી અને પટેલોમાં ગેરસમજ ઊભું કરીને અમારી વિરુદ્ધનું વાતાવરણ સર્જાય તે માટેની અફવાઓ ઉડાવાઈ હતી. જયરાજ જાડેજાએ અમારા સ્વમાન પર ઘા કર્યો હતો અને અમે તેની સામે પડ્યા હતા. અત્યારે જે કાંઈ કરી રહ્યો છે તે જયરાજ પોતે કરી રહ્યો છે. મારા ઘર ઉપર અત્યારે 40-50 ગાડીઓ લઈ માણસો મોકલ્યા હતા અને પટેલોમાં ગેરસમજ ઊભી કરી હતી કે રિબડામાં મેં કે મારા પરિવાર કે ગામના દરબારના છોકરાઓએ પાટીદારને માર્યાનો દાખલો નથી. પણ મારી પાસે પુરાવા છે કે ગામમાં કેટલી ગાડીઓ આવી હતી. જો ગોંડલ તાલુકાના પીએસઆઈ અને તેમનો સ્ટાફ ન હોત તો ન બનવાનું બની જાત.
શું માથાકુટ હતી?
અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, માથાકુટ કરવા બહારથી માણસો આવ્યા હતા. સાપર વેરાવળથી માણસો આવ્યા હતા અને રીબડાના કેટલાક અસંતોષીઓ હશે જે જયરાજના કહેવાથી. જયરાજ જેમની સાથે વાડીએ બોલાવી મીટિંગ કરતો હતો તે આવ્યા હશે. હું જ્યારે ત્યાં ગયો ત્યારે ઘણા બધા ગાડીઓ લઈને ભાગવા લાગ્યા અને પોલીસ આવી ગઈ હતી. પોલીસ લાકડી લઈને નીચે ઉતરી એટલે ભાગાભાગી થઈ, પોલીસે કેટલાકને પકડીને બેસાડી દીધા હતા તે શાપર વેરાવળના હતા. જયેશ પટેલ નામના વ્યક્તિને મારવાની વાત મળી છે પણ જયેશ પાસે જો કોઈએ માર્યો હોય, મેં કે મારા પુત્ર કે ગામના દરબારે માર્યો હોય તેવો પુરાવા હોય તો આપે. પટેલ યુવકને રિબડામાં માર માર્યો હોવાના મેસેજ તદ્દન ખોટા છે.
ADVERTISEMENT