અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે પોલીસ જ દારૂબંધીના નિયમોના લીરે લીરા ઉડાડતી હોવાનું સામે આવ્યું છે. અમરેલીમાં ચૂંટણીના બંદોબસ્તમાં જતા હોમગાર્ડ જવાનોનો ચાલુ બસમાં દારૂની પાર્ટી કરતો એક વીડિયો હાલમાં વાઈરલ થયો છે. દારૂબંધનું કડક પાલન કરાવવાની વાતો કરનારી પોલીસના જ જવાનો આ રીતે દારૂની મહેફિલ માણતા દેખાય છે. જોકે Gujarat Tak આ વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
હોમગાર્ડ જવાનોએ બસમાં દારૂ પાર્ટી કરી
સોશિયલ મીડિયામાં વાઈરલ આ વીડિયો અમરેલીમાં ચૂંટણી બંદોબસ્તમાં જતા હોમગાર્ડ જવાનોનો હોવાનું કહેવાય છે. જેમાં કેટલાક જવાનો ચાલુ બસમાં જ દારૂ પીને પાર્ટી કરી રહ્યા હોવાનું દેખાય છે. હોમગાર્ડ જવાનોની દારૂ પાર્ટીનો વીડિયો સામે આવતા હવે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે પોલીસ આ વાઈરલ વીડિયો મુદ્દે દારૂ પી રહેલા જવાનો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.
જૂનાગઢમાં લઠ્ઠાકાંડથી 2 યુવકોના મોત
નોંધનીય છે કે, બીજી તરફ ચૂંટણી પહેલા જ જૂનાગઢમાં પણ ઘાંચિપીઠમાં રહેતા બે યુવાનો ગાંધીચોકમાં લઠ્ઠો કે કેમિકલ જેવું કાંઈ પી જતાં મોત નીપજ્યા હતા. સાંજના સાત વાગ્યાના અરસામાં ગાંધીચોકમાં રફીક ઘોંઘારી અને તેનો મિત્ર એમ બે યુવાનોને તરફડીયા મારતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલમાં આ યુવાનો પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તો બંનેના શંકાસ્પદ મોતને આધારે પોલીસે તપાસ આરંભી છે. ત્યારે આ મામલાને લઈને તંત્રમાં ચૂંટણી ટાંણે દોડાદોડ જોવા મળી રહી છે. વધુ એક વ્યક્તિની હાલત ગંભીર હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ADVERTISEMENT