તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસની છે બાજ નજર, ઉત્તરાયણ પહેલા સુપર એક્ટિવ..

અમદાવાદઃ ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.

અમદાવાદ પોલીસ એલર્ટ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચાઈનીઝ દોરીની સાથે હવે તુક્કલના ઉપયોગ અને વેચાણ સામે પણ પોલીસની બાજ નજર રહેલી છે. અમદાવાદમાં સામાન્ય દોરી તૈયાર કરતા વેપારીઓ સાથે મળીને જાગૃતિ લાવવા પણ ઝૂંબેશ ચાલુ કરાઈ છે. એની સાથે તુક્કલ સહિતની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મુકાઈ શકે છે.

ઓનલાઈન વેચાણ પર પણ પોલીસની નજર
અમદાવાદમાં ચાઇનીઝ દોરીને લઈ પોલીસ તંત્ર એકશન મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેને લઈ અમદાવાદ માં 170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના વેચાણના કેસ કરવામાં આવ્યા છે. ઓનલાઈન પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવે છે. તેને લઇને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ઓનલાઇન વેચાણને લઈને સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે

    follow whatsapp