અમદાવાદમાં પોલીસ પરિવારનો સામુહિક આપઘાત, પત્ની અને 3 વર્ષની પુત્રી સાથે કોન્સ્ટેબલે 12મા માળેથી ઝંપલાવ્યું

Ahmedabad News: શહેરમાં પોલીસ કર્મીએ પરિવાર સાથે આપઘાત કર્યાની હચમચાવનારી ઘટના સામે આવી રહી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ પોલીસકર્મીએ પત્ની અને પુત્રી…

gujarattak
follow google news

Ahmedabad News: શહેરમાં પોલીસ કર્મીએ પરિવાર સાથે આપઘાત કર્યાની હચમચાવનારી ઘટના સામે આવી રહી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ પોલીસકર્મીએ પત્ની અને પુત્રી સાથે 12મા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં આ સમગ્ર મામલે આપઘાત પાછળના કારણો જાણવા સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોતાના ફ્લેટમાં 12મા માળેથી કૂદ્યો પરિવાર
પ્રાપ્ત વિગતો મુજબ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એકાઉન્ટ શાખામાં કામ કરતા કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે ગોતામાં પત્ની અને 3 વર્ષના બાળકી સાથે 12મા માળેથી પડતુ મૂકીને આત્મહત્યા કરી લીધી છે. ગોતાની Divaa હાઈટ્સમાં રહેતા પોલીસકર્મીએ મોડી રાત્રે પરિવાર સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સોલા પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી
પોલીસકર્મીએ કયા કારણોથી પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યો તે અંગેનું કારણ જાણી શકાયું નથી. જોકે પ્રાથમિક માહિતી મુજબ, દંપતિ વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. એવામાં ઘર કંકાશના કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ સમગ્ર મામલે હવે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.

    follow whatsapp