અમદાવાદઃ ઋષિ સુનક બ્રિટનના પહેલા ભારતીય મૂળના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આને લઈને ઘણા ભારતીયો ઉત્સાહિત છે તથા કેટલાક યૂઝર્સે સોશિયલ મીડિયામાં મસ્તીભર્યા અંદાજમાં પણ આ ક્ષણને વધાવી હતી. જોકે આ દરમિયાન ઈન્ડિયન ક્રિકેટર આશિષ નહેરા અને ઋષિ સુનકની તુલના થતા જોવાજેવી થઈ હતી. આ બંને અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા ટ્રેન્ડ થઈ રહ્યા છે. અગાઉ, 42 વર્ષીય સુનકે રવિવારે કન્ઝર્વેટિવ પાર્ટીના પીએમ પદના ઉમેદવારની રેસમાં જીત મેળવી હતી. હરીફ પેની મોર્ડાઉન્ટ બ્રિટનના પીએમ પદની રેસમાંથી ખસી જતાં જ ઋષિ સુનકે ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
https://twitter.com/mishmanaged/status/1584566635670609920
ટ્વિટર પર કેટલાક યુઝર્સનું માનવું છે કે 42 વર્ષીય સુનકનો ચહેરો ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર આશિષ નેહરા જેવો છે. જેથી તેમણે ઋષિ સુનક માટે અભિનંદન સંદેશ પોસ્ટ કરતી વખતે આશિષ નેહરાની તસવીરોનો ઉપયોગ કર્યો હતો. એટલા માટે કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે સુનકને બદલે આશિષ નેહરાને બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
એક યુઝરે લખ્યું- આશિષ નેહરાને યુકેના વડાપ્રધાન બનવા પર અભિનંદન. ગુજરાત ટાઇટન્સ સાથે આઇપીએલ ટાઇટલ જીતવાથી લઇને બ્રિટનના વડાપ્રધાન બનવા સુધીની તમારી સફર શાનદાર રહી છે.
તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું- કુંભ મેળામાં ઋષિ સુનક અને આશિષ નેહરા અલગ થઈ ગયા હોય તેવું લાગે છે. ખરેખર, ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ઋષિ સુનકના સસરા છે. નારાયણ મૂર્તિએ પણ સુનકને વડાપ્રધાન તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા અને તેમની પ્રથમ પ્રતિક્રિયામાં તેમણે કહ્યું – મને તેમના પર ગર્વ છે, હું તેમને સફળતાની શુભેચ્છા પાઠવું છું. ફાર્માસિસ્ટ માતા અને ચિકિત્સક પિતાના પુત્ર, સુનકે ઇંગ્લેન્ડની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક, વિન્ચેસ્ટર અને પછી ઓક્સફોર્ડમાં શિક્ષણ મેળવ્યું હતું.
2002 માં અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા, સુનકની બે પુત્રીઓ છે
સુનકે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી MBA કર્યું જ્યાં તેઓ ભારતની અગ્રણી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિને મળ્યા. ઋષિ સુનકે વર્ષ 2009માં અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા. મૂર્તિ અને ઋષિ સુનકને બે દીકરીઓ છે- કૃષ્ણા અને અનુષ્કા.
ADVERTISEMENT