અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળીનો સંબંધ તેજ અને પ્રકાશ સાથે જીવનમાં આનંદનો રંગ પૂરી દે છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી અદ્ભુત હોય.
ADVERTISEMENT
PM મોદીએ રામ ભગવાનનો રાજ્યાભિષેક કર્યો
વડાપ્રધાન મોદીએ રામલલ્લાના દર્શન કર્યા પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રતિકાત્મક રૂપે રાજ્યભિષેક કર્યા હતા. ત્યારપછી એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે કણ કણમાં ભગવાન શ્રી રામના દર્શન થાય છે. તેમણે વધુમાં કહ્યું કે અયોધ્યાની રામલીલા, સરયૂ આરતી, દીપોત્સવના માધ્યમથી આ દર્શન વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે.
PM મોદીએ કહ્યું, ભગવાન રામ મર્યાદાપુરુષોત્તમ કહેવાય છે. મર્યાદા, માન રાખવાનું પણ શીખવે છે અને માન આપવાનું પણ. રામ કોઈને પાછળ નથી છોડતા. રામ કર્તવ્ય-ભાવનાથી મોઢું નથી વાળતા. આથી રામ ભારતની તે ભાવનાના પ્રતીક છે. જે માને છે કે આપણા અધિકાર આપણા કર્તવ્યોથી સ્વયં સિદ્ધ થઈ જાય છે. આજે અયોધ્યા જી, દીપોથી દિવ્ય છે. ભાવનાઓથી ભવ્ય છે. આજે અયોધ્યા નગરી ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણના સ્વર્ણિમ અધ્યાયનું પ્રતિબિંબ છે.
ADVERTISEMENT