ઓપનિંગ સેરેમની માટે PM મોદી પહોંચ્યા સ્ટેડિયમ, હેલિકોપ્ટરથી શેર કર્યો ખાસ વીડિયો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મોદી સ્ટેડિયમને શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અહીં વડાપ્રધાન મોદી 36th નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં પહોંચી ગયા…

gujarattak
follow google news

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મોદી સ્ટેડિયમને શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અહીં વડાપ્રધાન મોદી 36th નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં પહોંચી ગયા છે. આની પહેલા તેમણે હેલિકોપ્ટરથી સ્ટેડિયમનો એરિયલ વ્યૂ શેર કર્યો હતો. આ દરમિયાન તેમણે લખ્યું હતું કે ટૂંક જ સમયમાં હું અહીં ઓપનિંગ સેરેમનીમાં હાજર રહીશ. આને જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે PM મોદી પણ નેશનલ ગેમ્સને લઈને ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

પાર્કિંગ માટે પણ કરાઈ છે ખાસ સુવિધા
બીજી બાજુ પાર્કિંગ માટે પણ 25થી વધુ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે 29 સપ્ટેમ્બરે આયોજિત 36th નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં રાજ્યભરના વિવિધ શહેરોથી એક લાખથી વધુ લોકો હાજરી આપશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેવામાં મુખ્યત્વે હેરિટેજ સિટી એવા અમદાવાદમાં ઠેર ઠેર પ્રાચિન સ્મારકોના નામ સાથે બોર્ડ લગાડવામાં આવ્યા છે. જ્યારે ઘણા રૂટ ડાઈવર્ટ કરાઈ રહ્યા છે. જોકે બીજી બાજુ સ્ટેડિયમની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અહીં પોલીસ જવાનોને છેલ્લા ઘણા દિવસથી વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તેની તાલીમ પણ અપાઈ રહી છે.

રંગારંગ કાર્યક્રમ માટે મોદી સ્ટેડિયમ છે તૈયાર…
અમદાવાદ ખાતે 29 સપ્ટેમ્બરે, 36th નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ અંગે અત્યારે મોદી સ્ટેડિયમને શણગારવામાં આવ્યું છે. તો બીજી બાજુ સ્ટેડિયમ ખાતે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે. આ અંગે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં મોદી સ્ટેડિયમની અંદર ચાલી રહેલી પૂર્વ તૈયારીઓની તસવીરો શેર કરી હતી. જેને જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ નેશનલ ગેમ્સ ઈવેન્ટનું ભવ્યથી ભવ્ય ઓપનિંગ થશે.

6 શહેરોમાં રમતોત્સવનું આયોજન થશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. વડાપ્રધાન 36 નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહેલા દેશભરના રમતવીરોને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ દેસરમાં વિશ્વ કક્ષાની “સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી”નું ઉદ્ઘાટન પણ કરશે. આ સિમાચિહ્નરૂપ પ્રોજેક્ટ દેશના રમત-ગમત શિક્ષણમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે.

    follow whatsapp