નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટ્સ સાથે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી પીએમએ પરીક્ષાની ચિંતા, સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક, ટેકનોલોજી, ગેજેટ્સ અને સ્માર્ટફોન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપ્યા. આ સાથે તેમણે બાળકો અને દેશના લોકો સાથે પણ સ્માર્ટફોન અને ગેજેટ્સના ઉપયોગને લઈને વાતચીત કરી. PMએ કહ્યું કે, સ્માર્ટફોન એક બીમારી છે અને આપણે તેને ઓળખીને દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
ADVERTISEMENT
ભારતમાં લોકો એવરેજ 6 કલાક સ્ક્રીન પર વિતાવે છે જે ચિંતાનો વિષય
PMએ કહ્યું કે, સૌથી પહેલા તો એ નિર્ણય કરવો પડે કે તમે સ્માર્ટ છો કે ગેજેટ સ્માર્ટ છે. ક્યારેક લાગે છે કે તમે પોતાનાથી વધારે ગેજેટને સ્માર્ટ માની લો છો અને ત્યાંથી જ ભૂલ શરૂ થાય છે. તમે વિશ્વાસ કરો પરમાત્માએ તમને ખૂબ વધારે શક્તિ આપી છે, તમે સ્માર્ટ છો, ગેજેટ તમારાથી સ્માર્ટ ન હોઈ શકે. તેમણે આગળ કહ્યું દેશ માટે બીજો મોટો ચિંતાનો વિષય છે. કોઈએ મને કહ્યું કે ભારતમાં એવરેજ લોકો 6 કલાક સ્ક્રીન પર વિતાવે છે. જે તેનો બિઝનેસ કરે છે તેમના માટે આ ખુશીની વાત છે. જ્યારે મોબાઈલ પર ટોકટાઈમ હતો ત્યારે એવરેજ 20 મિનિટ સ્ક્રીન પર વિતાવતા હતા. પરંતુ જ્યારથી સ્ક્રીન અને તેમાં પણ રીલ્સ શરૂ થઈ છે ત્યારથી તેમાંથી નીકળતા જ નથી.
REELS પર શું કહ્યું?
PMએ બાળકોને પૂછ્યું, રીલ જોતા સમયે તેમાંથી બહાર જ નથી નીકળતા. એવરેજ 6 કલાક સ્ક્રીન પર લાગે તો આ ચિંતાનો વિષય છે. એક પ્રકારે ગેજેટ આપણને ગુલામ બનાવી દે છે. આપણે તેના ગુલામ બનીને ન જીવી શકીએ. તમે જોયું હશે કે મારા હાથમાં ક્યારેય કોઈ મોબાઈલ ફોન નથી હોતો. ક્યારેક મારા હાથમાં ફોન જોયો હશે. હું ખૂબ જ એક્ટિવ છું પરંતુ મેં મારા મોબાઈલ ઉપયોગના સમયને નક્કી કરી રાખ્યો છે. આ સમય ઉપરાંત હું વધારે ફોન યુઝ નથી કરતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT