અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ત્યારે ભાજપે પ્રચંડ બહુમતી મેળવી લીધી છે. તેવામાં અમદાવાદમાં નરેન્દ્ર મોદીના રોડ શોએ બાજી પલટી નાખી હતી. તેવામાં અમદાવાદ ખાતે વડાપ્રધાન મોદીના રોડ શોએ કોંગ્રેસના સમીકરણો પલટાવી નાખ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના જે-જે બેઠકો પર પ્રભાવ હતા એમાની પણ મોટી બેઠકો ભાજપે પોતાના કબજામાં કરી લેતા જોવાજેવી થઈ હતી.
ADVERTISEMENT
મુખ્યમંત્રીને જંગી લીડથી મળી જીત…
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી લડવા ઉતર્યા હતા. ત્યારે તેમને 1.92 લાખની જંગી સરસાઈથી લોકોએ જિતાડ્યા હતા. એટલું જ નહીં આ વખતે અમદાવાદમાં કોંગ્રેસ પોતાની ચાર પરંપરાગત ગઢ સમાન ગણાતી બેઠકોમાં પણ સારુ કરી શકી નહીં. એમાથી 2 બેઠકો તો તેણે ગુમાવી પરંતુ અન્ય 2 ગઢ ગણાતી બેઠકમાં પણ મહામહેનતે જીત મળી હતી. ત્યારે બીજી બાજુ દરિયાપુર બેઠક પર 2002 પછી ભાજપે જીત મેળવી છે.
ઓવૈસીની પાર્ટી વિશે વાત કરીએ તો તેમની પાર્ટી સારુ પ્રદર્શન કરી શકી નહોતી. તથા આમ આદમી પાર્ટીનું પ્રદર્શન પણ અહીં જોઈએ એવું રહ્યું નહોતું.
વડાપ્રધાન મોદીના રોડ શોનો પ્રભાવ!
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું. અહીં જનમેદની ઉમટી પડી હતી. તેમના આ રોડ શોનાં પ્રભાવની સીધી અસર મતદાન પર પણ જોવા મળી હતી. મતદાનના પરિણામનાં આંકડાઓ પર નજર કરીએ એમાં સ્પષ્ટપણે જોવા મળે કે નરેન્દ્ર મોદીએ છેલ્લી ઘડીએ કરેલા રોડ શોની સીધી અસર રિઝલ્ટ પર જોવા મળી હતી. આનાથી કોંગ્રેસને ઘણો મોટો ફટકો પડ્યો છે.
ADVERTISEMENT