અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે મહેસાણા તથા રાજકોટમાં તેમણે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે આજે તેઓ દક્ષિણ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. PM મોદી આજે ભરુચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ADVERTISEMENT
ભરુચમાં 8200 કરોડના વિકાસકાર્યોના પ્રોજેક્ટની ભેટ
PM મોદી આજે સવારે ભરુચ પહોંચશે. જ્યાં તેઓ રૂ. 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. જેમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે. તથા 4 ટ્રાઈબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક સહિતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ધાટન, અંકલેશ્વર એરપોર્ટ ફેઝ-1નું ઉદ્ધાટન, IOCL દહેજ-કોયલી પાઈપલાઈનનું ઉદ્ધાટન, ભરૂચમાં ભૂગર્ભ ગટર અને STPના કામોનું લોકાર્પણ કરશે.
આણંદ-અમદાવાદમાં કાર્યક્રમ
આ બાદ PM બપોરે આણંદના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં તેઓ શાસ્ત્રી મેદાનમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. આ બાદ તેઓ અમદાવાદ આવશે અને મોદી શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપશે. આ બાદ PM જામનગર જવા રવાના થશે. જ્યાં તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને જનસભાને પણ સંબોધન કરશે.
જામનગરમાં PM મોદીના કાર્યક્રમ
ADVERTISEMENT