અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાજુક હોવાની માહિતી મળી રહી છે. છાતીમાં કફ ભરાઈ જતા થયેલી સમસ્યાના કારણે હીરાબાને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હીરાબાના દાખલ કરાયાના સમાચાર મળતા જ કે. કૈલાશનાથન તથા ભાજપના ધારાસભ્યો દર્શનાબેન વાઘેલા અને કૌશિક જૈન પણ ત્યાં પહોંચ્યા હતા.
ADVERTISEMENT
હાલમાં હીરાબાની તબિયત સુધારા પર
આ મુદ્દે યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા ઓફિશિયલ જાણકારી આપવામાં આવી હતી. જેમાં કહેવાયું છે કે, હોસ્પિટલમાં એડમિટ PM મોદીના માતા હીરાબાને એડમિટ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલમાં સુધારા પર છે. બીજી તરફ PM મોદી પણ દિલ્હીથી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને ગમે ત્યારે હીરાબાના ખબર અંતર પૂછવા માટે આવી શકે છે.
CM હોસ્પિટલ જવા રવાના થયા
બીજી તરફ મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન મહેતા હોસ્પિટલ જવા રવાના થઈ ગયા છે. તેઓ પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે, ત્યારે PMના આગમન પહેલા યુ.એન મહેતા હોસ્પિટલ બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT