PM મોદીએ સંભાળ્યો ગુજરાત ભાજપનો મોરચો! કમલમમાં બોલાવી હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. સવારે કચ્છના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં મહાત્મા મંદિર ખાતે સુઝુકીના કાર્યક્રમમાં…

gujarattak
follow google news

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. સવારે કચ્છના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં મહાત્મા મંદિર ખાતે સુઝુકીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ સાંજે 7 વાગ્યે કમલમ ખાતે એક ખાસ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ભાજપના કોર કમિટી સાથે વડાપ્રધાનની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં સી.આર પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો હાજર ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ હાલ ગાંધીનગરમાં જ છે, એવામાં તેઓ પણ આ બેઠકમાં હાજરી આપે તો નવાઈ નહીં.

ગઈકાલે જ PMએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી
આ પહેલા ગઈકાલે જ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન સાથે મુલાકાત યોજી હતી. જોકે મુખ્યમંત્રી બાદ પણ કે.કૈલાશનાથન સાથે વડાપ્રધાને બંધબારણે મુલાકાત યોજી હતી. આ બેઠકમાં કે.કૈલાશ નાથન પાસેથી તેમણે ગુજરાતની કેટલીક વિશેષ પરિસ્થિતીઓનો તાગ તો મેળવ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી અગાઉ અધિકારીઓનો ચિપાતા ગંઝીફા અંગે પણ ચર્ચાઓ કરી હતી. જો કે આ બાબત પીએમએ સીધુ જ માર્ગદર્શન આપ્યું હતું.

ચૂંટણી પહેલા અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર
સામાન્ય રીતે ચૂંટણી પહેલા અધિકારીઓની બદલી પહેલા મુખ્યમંત્રી ઉપરાંત સંગઠનના વડાનું મંતવ્ય પણ માંગવામાં આવતું હોય છે. તેના આધારે જ બદલીઓ થતી હોય છે. જો કે હાલમાં ગુજરાતમાં જે પ્રમાણેની રાજકીય સ્થિતિ સર્જાઇ છેતેના કારણે અમિત શાહ અને વડાપ્રધાન મોદી પોતે આ બાબતે નિર્દેશ આપી રહ્યા છે.

ગુજરાતની ઉચ્ચપદસ્થ અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર
કે.કૈલાશનાથન સાથે વડાપ્રધાન મોદીની બેઠકમાં ગુજરાતના ઉચ્ચ IAS અધિકારીઓની બદલીની સંપુર્ણ તૈયારી થઇ ચુકી છે. આ અંગે વડાપ્રધાન સાથે ચર્ચાના અંતે PM તરફથી લીલીઝંડી પણ મળી ચુકી છે. જેના પગલે આગામી એક જ અઠવાડીયામાં ગુજરાતના સર્વોચ્ચ અધિકારીઓમાં મોટા પરિવર્તનો આવશે. ચૂંટણી પહેલા સંપુર્ણ સીનિયર કેડર બદલાઇ જશે. આ માટેની સંપુર્ણ રણનીતિ તૈયાર થઇ ચુકી છે.

    follow whatsapp