ગાંધીનગર: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કમલમ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન લગભગ 2 કલાક સુધી એક બાદ એક એમ બે બેઠકો કરી હતી. PMએ પહેલા ભાજના હોદ્દેદારો અને બાદમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને આ બાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે ચૂંટણી અંગે ખાસ ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
વડાપ્રધાને કોર કમિટીને શું સૂચન કર્યું?
વડાપ્રધાનની આજે કમલમમાં 2 કલાક લાંબી બેઠક ચાલી હતી. ભાજપના સૂત્રો મુજબ વડાપ્રધાને આ બેઠકમાં ભાજપની સરકારે 20 વર્ષમાં અત્યાર સુધી શું કર્યું, રાજ્યમાં કેવો વિકાસ કર્યો તે લોકો સુધી પહોંચાડવા માટે સૂચન કર્યું હતું. સૂત્રો મુજબ, તેમણે હોદ્દેદારોને બેસી રહેવા નહીં પણ પ્રજા વચ્ચે જઈને કામ કરવા કહ્યું. સાથે જ તેમણે રાજ્યમાં અન્ય પાર્ટીઓ જેવી રીતે એક્ટિવ થઈ રહી છે એવી રીતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ પર ઉતરવા માટે કહ્યું હતું.
લોકો સુધી સરકારની યોજના પહોંચાડવા પર ચર્ચા કરી
જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, વડાપ્રધાને કોર કમિટી સાથે કાર્યકર્તાઓ થકી સરકારની યોજનાઓ છેવાડાના પહોંચાડવા માટે ચર્ચા કરી હતી. ઘણી બધી વિગતો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલે સંગઠન અને સરકારની ગતિવિધિ અને કામગીરી તેમની સમક્ષ મૂકી હતી. જેને વડાપ્રધાને વધાવી હતી. ભાજપ અને સરકારનું કામ પ્રજા સુધી પહોંચે અને વધુને વધુ સેવાનો ભાવ છે, જે નથી પહોંચ્યા ત્યાં પહોંચે તે માટે પણ માર્ગદર્શન અમને મળ્યું છે. 20 વર્ષમાં થયેલો રાજ્યનો વિકાસ તમામ વર્ગો હોય તેમના જીવનનો બદલાવે અમે ચર્ચા કરી.
વિકાસને લોકો સુધી વધુ પહોંચાડવા પર માર્ગદર્શન આપ્યું
તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણી છે ત્યારે વિકાસ અમારો એજન્ડા રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પણ જાહેર જીવન અને સરકારમાં આ શબ્દ આપ્યો હતો. વિકાસ જ્યાં નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને અને જ્યાં પહોંચ્યો છે ત્યાં વધુ મજબૂત કરીને આ વિકાસના એજન્ડા સાથે ભાજપની કોર કમિટીના લોકોએ માર્ગદર્શન લીધું છે.
ADVERTISEMENT